આહવા ન્યાય સિમિતિનાં અધ્યક્ષ દિપકભાઈ પીંપળે 12 વર્ષીય બાળકીને દલાલોની ચુંગાલમાંથી છોડાવી.

0
22


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વણઝારઘોડી ગામની આદિવાસી અને ગરીબ પરિવારની 12 વર્ષીય બાળકીને આહવાનાં સામાજિક આગેવાને નડિયાદનાં ટોળકી પાસેથી ઉગારી બાળ સુરક્ષા વિભાગને સોંપી સરાહનીય કામગીરી કરી…

               રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સંપૂર્ણપણે આદિવાસી અને ભોળી પ્રજા વસવાટ કરે છે.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આજે પણ લોકોનાં સ્વભાવમાં આવકાર,આદર ભાવના અને પ્રેમ વહે છે,તેવામાં અમુક ઈસમો આદિવાસીઓનાં ભોળપણ અને  ગરીબીનો ગેરલાભ ઉઠાવી રહ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વણઝાર ઘોડી ગામની અંદાજીત ઉંમર 12 વર્ષની બાળકીનાં વાલી વારસોને નડિયાદથી આવેલ  ઈસમોએ મામુલી રકમની લાલચ આપી  લગ્ન માટે તૈયાર કર્યા હતા.અને આ નડિયાદનાં ઈસમો દ્વારા 12 વર્ષીય બાળકીનો લગ્ન માટેનો સોદો કરી આ બાળકીને નડિયાદ લઈ જવા માટે આહવા બસ ડેપો પર ગયા હતા.વણઝારઘોડી ગામની 12 વર્ષીય બાળકીને લગ્નનાં ઈરાદાથી અમુક ઈસમો લઈ જઈ રહ્યાની જાણ  આહવા તાલુકા પંચાયતનાં ન્યાય સમિતિનાં અધ્યક્ષ દિપકભાઈ પીંપળેને થતા તેઓ તુરંત જ આહવા બસ ડેપો ઉપર ધસી ગયા હતા.અહી આ નડિયાદનાં ઈસમો અને 12 વર્ષીય બાળકીની પૂછપરછ કરી તેઓએ તુરંત જ આહવા પોલીસ મથકે તથા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરી હતી.અહી અધિકારીઓની ટીમે દોડી આવી આ બાળકીનાં ઉંમર વિશે પૂછપરછ કરતા આ બાળકી હજુ લગ્ન માટે પરીપક્વ ન હતી.
તેમ છતા કોઈ દલાલ દ્વારા આ નડિયાદનાં ઈસમો સાથે સાઠગાંઠ કરી ગરીબ બાળકીનાં વાલીઓને થોડા ઘણા પૈસાનું પ્રલોભન આપી લગ્નનાં બહાને વેચવાનું કાવતરૂ કર્યુ હતુ.

હાલમાં બાળ સુરક્ષા વિભાગ ડાંગ દ્વારા આ 12 વર્ષીય બાળકીનો કબજો મેળવી તેનાં વાલી વારસોને યોગ્ય સમજાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં ચેરમેન દીપકભાઈ પીંપળેએ સમયસૂચકતા વાપરી ગરીબ પરિવારની આદિવાસી બાળકીને અજાણ્યા ઈસમોનાં ચૂંગાલમાંથી આબાદ બચાવી લેતા તેઓની કામગીરીને ડાંગવાસીઓએ બિરદાવી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here