રાજકોટમાં ‘લવ, સેક્સ ઔર ધોખા’ ફિલ્મ જેવી ઘટના ઘટી

0
22


રાજકોટની યુવતીને સોશિયલ મીડિયામાં મુળ અમરેલી પાસેનાં ખારા ગામનાં અને હાલ સુરતમાં મોટા વરાછામાં સહજાનંદ સોસાયટીમાં રહેતા અને ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીનું કામ કરતા એક સંતાનના પિતા ગૌતમ મેરામ ગરાણીયા સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતીને તરછોડી દીધી હતી. જયારે યુવતી યુવકને મળવા તેના ઘરે પહોંચી ત્યારે યુવકે કહ્યું- મારે પત્નીને અને બાળકો પણ છે. આ ઘટનાથી યુવતી હચમચી ગઈ હતી અને આપઘાત કરવા જતી હતી ત્યારે યુવકના સગાએ તેને આપઘાત કરતા અટકાવી ફરિયાદ કરવા સમજાવી હતી. જે બાદ હાલ યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

આ મામલે પોલીસે કલમ 376(2)(ગ) અને એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી હેઠળ આરોપી ગૌતમ મેરામભાઈ ગરણીયાની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી યુવતીએ પોલીસમાં જણાવ્યું કે,મારે સોશિયલ મીડિયા મારફત ગૌતમ સાથે પરીચય થયા બાદ ચેટીંગ શરૂ કર્યું હતું. ગત જુલાઈ માસમાં આરોપી તેને મળવા રાજકોટ આવ્યો હતો.

યુવતીએ જણાવ્યું હતું કે, ગૌતમે કોલ કરતા હું હોટલમાં મળવા ગઈ હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે તે મને ખુબ પ્રેમ કરૂં છું અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. અને તે અપરીણીત છે માટે જો મારી હા હોય તો તે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગયો હતો. જેથી મેં ગૌતમ પર વિશ્વાસ કર્યો હતો. ત્યારબાદ ગૌતમ ફરીથી રાજકોટ આવ્યો હતો અને જે હોટલમાં રોકાયો હતો ત્યાં બે વખત મારી સાથે શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો.થોડા સમય બાદ આરોપી ત્રીજી વખત મને મળવા આવ્યો હતો. ત્યારે ફરીથી હોટલમાં બે વાર શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો. ગઈ તા. 12 જુલાઈનાં રોજ આરોપી ફરીથી રાજકોટ આવ્યો હતો. તેને લીમડા ચોકમાં આવેલા ગેસ્ટ હાઉસમાં બોલાવતા ત્યાં ગઈ હતી. જયાં ફરીથી આરોપીએ તેની શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી બન્ને જૂનાગઢ ગયા હતાં. જયાં કાળવા ચોકનાં ગેસ્ટ હાઉસમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી બન્ને સુરત ગયા હતાં. જયાં રોકાઈ બસમાં દ્વારકા ગયા હતાં. ત્યાંની હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતાં.

આરોપીએ ત્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે પહેલા લગ્ન કે મૈત્રી કરાર કરવાનું કહી ઈન્કાર કરી દીધો હતો. આમ છતાં આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ રાજકોટ આવ્યા હતાં. એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી આરોપી તેના ડોક્યુમેન્ટની બેગ લઈ હમણાં આવું છું તેમ કહી ભાગી ગયો હતો.જેથી તે આપઘાતના ઈરાદે માધાપર ચોકડી ગઈ હતી.જયાં આરોપીના બે પરીચીતો સમજાવવા આવી જતા રહ્યાં હતાં.આ પછી મોડી રાત્રે મહિલા પોલીસ મથકે ફરીયાદ કરવા ગઈ હતી. જયાંથી તેના પિતાને કોલ કરાતા તેમણે સંબંધ રાખવાનો ઈન્કર કરી દીધો હતો. પરિણામે તેણે સખી વન સ્ટોપ ખાતે રાખવામાં આવી હતી.જયાંથી નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here