વાહનો સ્ક્રેપ પોલિસી અંગે એક ભારતીય નાગરિકની વ્યથા

0
28


હું કોઈ અર્થશાસ્ત્રી નથી, પણ મારા અંગત મંતવ્ય મુજબ કદાચ એવું બન્યું હોઈ શકે કે ૧૫ વર્ષ જુના એટલે કે ૨૦૦૫ પહેલાંના તમામ વાહનો સ્ક્રેપ પોલિસી મુજબ જપ્ત કરી લેવામાં આવશે, મતલબ એકલા ગુજરાતમાં જ ૫ કરોડ વાહનો ૧૫ વર્ષ જુના છે, તો દેશભરમાં કેટલા હશે ?

હવે ૧૫ વર્ષ જુના વાહનો સ્ક્રેપ થાય તો સ્વાભાવિક છે કે નવી ખરીદી કરવી જ પડે, કારણ કે વાહન વગર તો આજના યુગમાં ચાલવું અઘરૂં છે, ફક્ત ગુજરાતમાં જ નવા ૫ કરોડ વાહનો સ્ક્રેપ થાય તો નવી ખરીદી થવાની છે તો દેશભરમાં કેટલા નવા વાહનોની ખરીદી કરવાની જરૂરિયાત ઉભી થશે ?
વિચારવા જેવું હવે છે કે આ કાયદો સરકારે જાતે બનાવ્યો કે પછી આની પાછળ વાહન બનાવતી કંપનીઓ અને સરકારે સાથે મળીને કોઈ મેગા પ્લાન તૈયાર કર્યો હશે ? અથવા તો આ કાયદો બનાવવાથી સૌથી વધુ ફાયદો તો મોટરસાયકલ, મોટરકારો, ટ્રક, ઓટો રીક્ષા વગેરે વિવિધ પ્રકારના વાહનો બનાવતી કંપનીઓને થવાનો છે, ખુબ મોટા પાયે ખરીદી થશે એટલે એટલો ફાયદો થશે કે જેની આપણે આમ જનતા કલ્પના પણ ન કરી શકીએ. એનાથી જે પૈસા કંપનીઓ કમાશે એનો આંકડો કેવડો મોટો હશે એ ગણતરી શાયદ હું ન કરી શકું, માટે પહેલાં જ મેં કહી દીધું કે હું અર્થશાસ્ત્રી નથી.
એનાથી પણ આગળ વધીએ તો બાઈક, કાર, ટ્રક, બસ, ઓટો રીક્ષા, ભાર વાહક કે માલવાહક આવા તમામ પ્રકારના વાહનો બનાવતી કંપનીઓએ પોતાની પુષ્કળ કમાણી ધ્યાનમાં રાખીને સરકાર સાથે મળીને સોદો કર્યો ન હોય એની ખાતરી શું ? બની શકે સરકારને મતલબ જે સત્તામાં છે એ પાર્ટી સહિત અવાજ નહીં ઉઠાવવા માટે વિપક્ષ સહિત તમામને આ કાયદો બનાવવા માટે ખુબ મોટા પ્રમાણમાં ફંડ આપવામાં આવ્યું નહીં હોય એની ખાતરી શું ?
માર તો જનતાને જ પડવાનો છે, જનતા લુંટાઈ જશે પણ સામે ખુબ મોટા પાયે ખરીદી થવાથી સરકારને જીએસટી સહિત એટલી બધી કમાણી થશે કે બખ્ખા બોલી જશે, કંપનીઓ અને સરકાર બન્ને ખૂબ મોટી કમાણી કરશે સાથે સાથે દરેક વાહનનો વીમો ફરજિયાત એટલે વીમા કંપનીઓને પણ ચાંદી ચાંદી થઈ જશે, આખરે મરશે તો જનતા જ.
વધુમાં જોઈએ તો મોટા ભાગના ખેડુતો પાસે તો જુના ટ્રેક્ટર છે, ખેડુતો છેલ્લા ઘણાં સમયથી ખોટમાં ચાલે છે એટલે દેવાદાર તો છે જ, પણ ખેતી કરવા માટે ટ્રેક્ટર લેશે એટલે દેવું વધશે, લોન ભરપાઈ નહીં કરે તો જમીન જશે અને અંતિમ પગલું પણ ભરી શકે. ટૂંકમાં આ કાયદામાં પ્રદુષણ ના નામે કંપનીઓ અને સરકાર પોતાના ફાયદા કરી લેશે, જનતા લુંટાઈ જશે પણ ઉંહકારો પણ નહીં કરે એ હું જાણું છું.
ખેર આ મારૂં અંગત મંતવ્ય છે, ઉપર કહ્યા મુજબ બન્યું હોઈ શકે, અને એવું પણ બની શકે કે તમે ઘરેથી વાહન લઇને નીકળ્યા હોવ અને તમારૂં વાહન પંદર વર્ષ જુનું હોય તો ઘરે પાછા તમે પગપાળા પણ આવી શકો છો.
ગમે એટલું લખીશ પણ જનતા એની મસ્તીમાં છે, લુંટાવા માટે તૈયાર છે, ઉંહકારો પણ કરશે નહીં, માટે લુંટો તમતમારે લુંટાઈ એટલું લુંટો…. ભારત માતા કી જયLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here