ટંકારા તાલુકામાં 75માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ મામલતદાર કચેરી દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ

0
73


 

( હષઁદરાય કંસારા ) ટંકારા તાલુકામાં 75માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ મામલતદાર કચેરી દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો .આ કાર્યક્રમમાં ટંકારા મામલતદાર શ્રી એન.પી .શુક્લ સાહેબ, ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી હર્ષવર્ધન સિંહ જાડેજા સાહેબ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડી.આર .ગરચર સાહેબ અતિથિવિશેષ અને સમારંભના અધ્યક્ષ મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી ભવનભાઈ ભાગ્યા ,જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડા ,તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખશ્રી પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા ,મહિલા મોરચા ભાજપના પ્રમુખ ભાવનાબેન કૈલા, મહિલા મોરચા ભાજપના મહામંત્રી, ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી ગણેશભાઈ નમેરા, AEI મેરજા સાહેબ, ભાગીયા રસિકભાઈ ,બીઆરસી કલ્પેશભાઈ, ઓરપેટ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી ડાયાલાલ બારૈયા, કાનાણી બળદેવભાઈ તથા અન્ય અધિકારીશ્રીઓ પધાર્યા હતા.

આ કાર્યક્રમમાં નાસા વિદ્યાલય, આર્ય વિદ્યાલયમ, ન્યુ વિઝન વિદ્યાલય ,ઓરપેટ કન્યા વિદ્યાલય, એમ.પી .દોશી વિદ્યાલય ના બાળકોએ દેશભક્તિ ગીત, ડાન્સ, તેમજ એક પાત્રીય અભિનય રજૂ કર્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ કર્યું હતું .કાર્યક્રમ પૂરો થયા પછી રાજ્યકક્ષાના કાર્યક્રમનું જુનાગઢથી લાઈવ પ્રસારણ સર્વે એ નિહાળ્યું હતું જેની પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here