પોક્સો તથા જાતીય સતામણીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડતી ભુજ શહેર એ ડીવિઝન પોલીસ.

0
29


રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર ભુજ કચ્છ :- ભુજ શહેર એ ડિવિઝન પો.સ્ટે.ના ઈ . પો . ઇન્સ.શ્રી આર.ડી ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.વાય.પી.જાડેજા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે મધ્યપ્રદેશના રતલામ જીલ્લા માં કાર્યરત હતા.

તે દરમિયાન એ ડિવિઝન પો.સ્ટે.ફર્સ્ટ ગુ.૨.નં. ૪૭/૨૦૧૯ ઈ.પી.કો ૩૫૪,૩૫૪ ( ક ),૫૦૬,૧૧૪,તથા પોક્સો એક્ટ ક.૮,૧૭ મુજબના ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો હોઈ જે આરોપી પવન રામચંદ્ર સરગરા(ઉ.વ.૨૪) રહે.ગામ બડાયલા ચોરાસી તા .જાવરા,જીલ્લો રતલામ,મધ્ય પ્રદેશ વાળાની દિવસ દરમિયાન ખાનગી રીતે સોર્સ ઉભા કરી માહિતી મેળવી વર્કઆઉટ કરી રાત્રી દરમિયાન વોચ ગોઠવી તેના ઘરેથી ઝડપી લઇ મજકુર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં પો.સ.ઇ. વાય . પી જાડેજા તથા સ્ટાફના ડ્રા.પો.હેડ કોન્સ.મયુરસિંહ રાણા એલ.આર.પી.સી. લાખાભાઈ ભરવાડ,સિધ્ધરાજસિંહ વાઘેલા, પ્રકાશભાઈ ઠાકોર નાઓ જોડાયેલ હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here