હાલોલ : અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા મશાલ રેલી નગરના રાજમાર્ગો પર નિકળી

0
67


પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા અને તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 14મી ઓગસ્ટના રોજ સાંજના સુમારે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે એક વિશાળ મશાલ રેલી હાલોલ નગરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી જેમાં રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારના માર્ગદર્શન હેઠળ કંજરી સ્ટેટ યુવરાજ અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરદ્વજસિંહજી પરમારની આગેવાનીમાં અને ભાજપના હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના અને નગરના ભાજપના હોદ્દેદારોની અધ્યક્ષતામાં રેલીનું હાલોલ વડોદરા પર આવેલ નગરપાલિકા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વિવિધ રાજમાર્ગો પર ફરી આ વિશાળ મશાલ રેલી તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઇ હતી જેમાં હાલોલ જાંબુઘોડા ઘોઘંબાના ભાજપના હોદ્દેદારો સહિત પુરુષ અને મહિલા કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા અને મસાલ રેલીમાં ભાગ લઇ અખંડ ભારત સ્મૂતી દિન નિમિત્તે દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here