મહીસાગર જિલ્લામાં ફોરેસ્ટ કેમ્પસ લુણાવાડા ખાતે ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ ની ઉજવણી વિધાનસભાના મુખ્ય દંડકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ

0
28આસીફ શેખ લુણાવાડા

આ વર્ષે કોરોનાકાળની ગંભીરતા જોતા વિવિધ ખાલી

જગ્યાઓમાં વધુ વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક નું નિર્માણ કરી ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ

કરતા

-વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ

મહાનુભાવોએ ફોરેસ્ટ કેમ્પસના પટાંગણમાં વિવિધ રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યુ

લુણાવાડા,

મહીસાગર જિલ્લાના લુણાવાડા નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી ફોરેસ્ટ કેમ્પસના પટાંગણ ખાતે ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ ની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી ઉજવણીનો શુભારંભ કરાવ્યો.

આ પ્રસંગે દંડકશ્રી દેસાઇએ વેદાંત કાળથી સ્થાપિત થયેલ વૃક્ષ અને વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વૃક્ષની અગત્યતા અને માન્યતા આધુનિક યુગમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો અને વનોમાં પરમાત્માના દર્શન થાય છે.વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ (અંગારવાયું) રૂપી ઝેર શોષીને અમૃત રૂપી પ્રાણવાયું આપવાનું ઉત્તમ કાર્ય વૃક્ષો કરે છે. વનો પર્યાવરણ સંતુલનને જાળવી રાખે છે. ગુજરાતના પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શી વનમહોત્સવના પ્રણેતા હતા. તેમને વૃક્ષ ઉછેર પ્રત્યે ઘણો જ લગાવ હતો. ભારત દેશ આઝાદ થયા પછી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શી સંસદમાં કૃષિ અને અન્ન પ્રધાન હતા. તેમણે ૧૯૫૦ના વર્ષથી વન મહોત્સવ ઉજવણીની કરેલી શરૂઆતને આજે ૭૨ વર્ષ થયા છે.વન અને વન ઔષધીઓથી ભરપુર એવા મહીસાગર જીલ્લાના વનોને કારણે મહીસાગર જીલ્લાનું મહત્વ ખુબજ અનેરું છે. આ વર્ષે મહિસાગર જીલ્લામાં ૨૫.૯૩ લાખ રોપા રોપવાના નક્કી થયેલા લક્ષાંક મુજબ વન વિભાગ દ્વારા જીલ્લાના અન્ય વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વાવેતર કરીને ૧૦૦ % જેટલી સિધ્ધિ હાંસલ કરીને ખુબ જ સારું વનીકરણનું કામ કરેલ છે. તેમજ રોડ સાઈડ વાવતેર , કેનાલ સાઈડ વાવેતર, રેલ્વે સાઈટ વાવતેર, ગ્રામવન પિયત તથા બિનપિયત તથા ખેડુતોના ખેતરમાં શેઢેપાળે વૃક્ષ વાવતેર જેવી વિવિધ વાવેતરોની યોજનાઓ હેઠળ નકકી થયેલ ૫૮૩ હેકટર વાવેતરનો લક્ષાંકના સામે ૪૬૧ હેકટર વિસ્તારમાં વાવતેરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે.ધનિષ્ઠ વનીકરણ ઝુંબેશ ૨૦૨૧ દરમ્યાન મહિસાગર જિલ્લામાં કુલ ૩૩.૪૭ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. આ વર્ષે કોરોનાકાળની ગંભીરતા જોતા વિવિધ ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક નિર્માણ કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૧૯ ગામોમાં ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આગામી વર્ષોમાં પણ ખાલી પડેલી દરેક જમીનોમાં સામાજિક વનીકરણના સહયોગથી સર્વે ખેડૂત મિત્રો આર્થિક સહાયરૂપ નીવળે તેવા વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળું બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન સંતરામપુર ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરએ વધુ વૃક્ષો વાવી આપણને આપણા પર્યાવરણની સમતુલા જાળવીયે અને ગુજરાતને હરિયાળું બનાવીએ અને તે થકી આપણે શુધ્ધ ખોરાક અને શુધ્ધ હવા મેળવી શકીશું. આથી આપણા બધાનું જીવન તંદુરસ્ત રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું કે વનો આપણા પર્યાવરણનું રક્ષણ કરે છે. અને પર્યાવરણ સંતુલનને જાળવી રાખે છે. તેમજ આપણા વાયુ મંડળને પ્રદુષણથી બચાવી સમતોલ વાતાવરણ જાળવી રાખે છે. આપણને સ્વચ્છ વાયું અને નિર્મળ પાણી જેવી જીવનની મુખ્ય જરૂરિયાતો પૂરી પાડે છે.

જિલ્લા સમાહર્તાશ્રી ડો.મનીષકુમારે જણાવ્યું કે મહીસાગર જીલ્લો પ્રકૃતિથી ભરપૂર છે અહીં આવીને આપણું મન પ્રફુલ્લિત થઇ જાય છે ટેકનીકલી ભાષામાં ૨૮ ટકા વનવિસ્તાર છે પણ સામાન્ય માણસની ભાષામાં સમગ્ર મહીસાગર જિલલામાં ૭૦ ટકા વન વિસ્તાર છે અત્યારે આપણે મહીસાગરમાં ઓક્સિજન પ્લાન્ટ નાખ્યા છે પણ હું કહુ છુ કે વૃક્ષો વગર ગ્રાન્ટના ઓક્સિજન પ્લાન્ટ છે દરેકે વૃક્ષો વાવીને વન મહોત્સવ ઉજવવો જોઇએ.

પ્રારંભમાં નાયબ વન સંરક્ષક શ્રી આર.બી.પટેલે સૌને આવકાર્યા હતા.

આ પ્રસંગે મહિલા સ્વસહાય જૂથોને નર્સરી ઉછેર માટેના પ્રથમ હપ્તાની સહાયના ચેકોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી માટે વનવિભાગના કર્મચારીઓ નું પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.

ઉપસ્થિત નાગરિકોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલા રાજ્યકક્ષાના વનમહોત્સવ કાર્યક્રમનાં જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.

આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ સેવક, બાલાસિનોર ધારાસભ્યશ્રી અજીતસિંહ ચૌહાણ, ગોધરા વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી એમ.એલ.મીના, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ શ્રી બ્રિન્દાબેન શુક્લ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જ્યોતિકાબેન પટેલ, ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે.પી.પટેલ, અગ્રણી શ્રી મૂળજીભાઈ રાણા, શ્રી અજયભાઈ દરજી, સહિત મહાનુભાવો, વન વિભાગના અધીકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, વન મંડળીઓના લાભાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here