હડિયાણા કન્યા શાળા માં આઝાદીના લડવૈયાઓનો પાત્ર પરિચય વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી

0
25


આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો….
15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હડિયાણા કન્યાશાળા ની વિધાર્થિની બહેનો માટે એક નવીનતમ સ્પર્ધાનું આયોજન કરેલ ” આઝાદીના લડવૈયાઓનો પાત્ર પરિચય વેશભૂષા સ્પર્ધા.” આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બાળકોએ ભારતની આઝાદીના લડવૈયાઓ જેવા કે ઝાસીની રાણી, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સુભાસબાબુ, ભગતસિંહ, સરદાર પટેલ…વગેરે જેવો મહાપુરુષોની વેશભૂષા પહેરી તેના વિશે પરિચય આપતો એક થી બે મિનિટનો વીડિયો તૈયાર કરીને બાળકો દ્વારા શાળાને મોકલાવેલ.

શાળામાં આવેલ બાળકોના વિડીઓમાંથી શ્રેષ્ઠ વેશભૂષા સાથે મહાપુરુષોનો પાત્ર પરિચય આપતો વિડીઓ પસન્દ કરી તે બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યાં હતાં. જેમાં ધોરણ 1 થી 5 ના વિભાગમાં કારબાણી અનમ સુલેમાનભાઈ, સોનગરા જાનકી કાળુભાઈ, પરમાર માર્ગી જયસુખભાઇ, પાડલીયા પલ ધીરજભાઈ અને કાલાવડીયા શ્રેયા વિજયભાઈએ નંબર મેળવ્યા હતા. જયારે ધોરણ 6 થી 8 ના વિભાગમાં કાલાવડીયા પરીતા વલ્લભભાઈ, કગથરા જીયા ભરતભાઈ, કાનાણી હેતવી હરેશભાઈ અને છત્રોલા વાંસી કૌશિકભાઈએ નંબર મેળવ્યા હતા. નંબર મેળવનાર તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલા તમામ સ્પર્ધકોને શાળાના આચાર્ય શ્રી અરવિંદ એન મકવાણા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…..
શરદ એમ.રાવલ.. હડિયાણા..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here