જલિયાણેશ્વર મહાદેવ ખાતે “બર્ફીલા બાબા અમરનાથ” ના દર્શન યોજાશે

0
16


મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વ ના વિવિધ શિવમંદીરો મા દેવાધિદેવ મહાદેવ ની આરાધના થઈ રહી છે ત્યારે શ્રાવણ માસ ના સોમવાર નો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસ ના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરો મા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે ત્યારે આગામી સોમવાર તા. ૧૬-૮-૨૦૨૧ ના રોજ મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ) ના દર્શન નુ ભક્તજનો માટે આયોજન કરવા મા આવે છે. દર્શન સાંજ ના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબી ની ધર્મપ્રેમી જનતા ને શિવ લીંગ ના દર્શન તેમજ શિવજી ની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે તેમ સંસ્થા ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા એ યાદી મા જણાવ્યુ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here