સાર્થક વિદ્યામંદિર ખાતે ડિલીવર્સ ડિજિટલ એજ્યુકેશન એટ મોરબી કાર્યક્રમ યોજાયો

0
29


નર્મદા બાલઘર મોરબી દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ડિલીવર્સ ડિજિટલ એજ્યુકેશન એટ મોરબી કાર્યક્રમ યોજાયો જેમાં નર્મદા બાલઘર દ્વારા મોરબીની વિવિધ 25 શાળાઓને થ્રીડી પ્રિન્ટર અર્પણ કરવામાં આવ્યા. તેમજ આગામી સમયે મોરબીની દરેક શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવશે અને પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને થ્રીડી પ્રિન્ટર, ડ્રોન ,AI, VR, જેવી ટેક્નોલોજીનું શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NBG ના સપોર્ટર તેમજ એડવાઈઝર એવા કિશોરભાઈ શુક્લ( સાર્થક વિદ્યામંદિર)ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ તકે IITE ના VC ડોક્ટર હર્ષદભાઇ પટેલ , HGVS યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ બળવંત જાની ,ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વીસી ડોક્ટર અનામિક શાહ, રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુર ના VC પ્રોફેસર એસ.એસ.સાળંગદેવોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા બાલઘર મોરબીના સ્થાપક શ્રી ભરતભાઈ મહેતાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here