કોરોના કાળ મા બંધ થયેલ સવારે ચાર વાગ્યે ઉપડતી રાજપીપળા ભરુચ એસ.ટી બસ પુનહ શરુ કરવા માંગ

0
20કોરોના કાળ મા બંધ થયેલ સવારે ચાર વાગ્યે ઉપડતી રાજપીપળા ભરુચ એસ.ટી બસ પુનહ શરુ કરવા માંગ

તેજરીતે ભરૂચ થી રાજપીપળા ની સવારે ૫.૩૦ વાગ્યાની બસ સેવા પણ બંધ થતાં વિદ્યાર્થીઓ સહિત લોકો માં રોષ

રાજપીપળા: જૂનેદ ખત્રી

રાજપીપળા ડેપો માંથી સવારે ચાર વાગ્યે પહેલી બસ રાજપીપળા ભરુચ ઉપડતી હતિ જે કોરોના કાળ મા એસ.ટી તંત્ર દ્વરા બંધ કરાઇ બાદ આજ સુધી શરુ કરાઇ નથી જેથી પ્રવાસીઓ મા રોષ ફેલાયો છે

કોરોના ના કપરા સમયમા લોક્ડાઉન જેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ હતિ ત્યારે લોકોના ધંધા રોજગાર સહિત વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો ત્યારે ધીરે ધીરે કોરોના નો પ્રકોપ ઘટતા સરકાર ની ગાઇડલાઇન મુજબ હાલ જનજીવન પુનહ ધબકતા થયાં છે ત્યારે લૉકૉ રોજગારી મેળવવા સવારે ઉઠી બીજા ગામ જતા હોય છે ત્યારે સવારે ચાર વાગ્યા ની રાજપીપળા ભરુચ એસ.ટી બસ તંત્ર દ્વારા હજુ શરુ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

તંત્ર ના વાંકે સવારે લોકોને નોકરી ધંધા વ્યવસાય માટે ઝગડીયા, ભરુચ , અંકલેશ્વર તરફ જવા માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને ના છુટકે પ્રાઈવેટ વાહનોમા વધુ પૈસા ખર્ચી જવા માટે લૉકૉ મજબુર બન્યા છે ત્યારે આર્થિક રીતે પણ પ્રજા ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

ઉપરાંત સવારે ભરુચ અને અંકલેશ્વર થી પસાર થતી રેલ્વે ની કનેક્ટીવીટી માટે પણ આ બસ સેવા લૉકૉ માટે ઉપિયોગિ હતિ ત્યારે આ સમયે બસ બંધ થતા લંબા અંતરે જતા લૉકૉ ને હાલાકી ભોગવવાનો વારો આવે છે અને કેટલીક વાર રેલ્વે સ્ટેશન સમયસર નહિ પોહોચતા ટ્રેન પણ છુટી જાય છે

● જ્યારે સરકાર દ્રારા આટલી છુટછાટ આપી હોવા છતા રાજપીપળા ડેપો અને ભરુચ ડિવીઝન ના આલા અધિકારીઓ પ્રજા ને રાહત આપવામાં કેમ આળસ કરે છે તેવી લોક ચર્ચા ઍ જોર પકડ્યું છે સવારે ચાર વાગ્યે રાજપીપળા ભરુચ બસ સેવા પુનહ શરુ થાય તેવી માંગ તિવ્ર બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here