પી.ટી.સી.માં પ્રવેશ મેળવી શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની ઉત્તમ તક

0
25


પી.ટી.સી.માં પ્રવેશ મેળવી શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની ઉત્તમ તક

મુન્દ્રા, તા.૧૪: સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.ટી.સી. (ડી.એલ.એડ.) પ્રવેશની કાર્યવાહી થઈ રહી છે ત્યારે કચ્છના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજય ઠાકરે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ધોરણ ૧૨ પછી વિવિધ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેના અવકાશ હોય છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન  (ડી.એલ.એડ. – પી.ટી.સી.)નો કોષ કરી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવી સેવા આપવાની ઉમદા તકો રહેલી છે.

તાલીમ ભવનના લેક્ચરર સુનિલ યાદવે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે પી.ટી.સી.ના સ્થાને ડી.એલ.એડ. એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોર્ષ શરૂ કર્યો છે જેમાં ધોરણ ૧૨ પછી બે વર્ષના આ અભ્યાસક્રમ બાદ પ્રાથમિક શાળામાં નોકરીની ઉમદા તકો રહેલી છે.

તાજેતરમાં ડી.એલ.એડ. (પી.ટી.સી.)માં પ્રવેશ મેળવવા માટેની જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર દ્વારા વર્તમાનપત્રોમાં આપવામાં આવી છે. તે મુજબ ધોરણ ૧૨ના કોઈપણ પ્રવાહમાં પાસ વિદ્યાર્થી ડી.એલ.એડ.નું ફોર્મ ભરી શકે છે. પ્રવેશ માટે વિવિધ અનામત કેટેગરીના ઉમેદવાર માટે ૪૫ ટકા તથા બિન અનામત વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨માં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ હોવા જરૂરી છે. પ્રવેશ માટેની ઉંમર મર્યાદા જનરલ કેટેગરી માટે ૨૪ વર્ષ અને અનામત કેટેગરી માટે ૨૯ વર્ષની છે.

ડી.એલ.એડ.ના કોર્ષ માટે વધુ વિગતો આપતા મુન્દ્રા કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવતે જણાવ્યું હતું કે ભુજમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ભાઈઓ માટે, જ્યારે મુન્દ્રામાં શેઠ લખમશી નપુ પ્રાથમિક અધ્યાપન મંદિરમાં બહેનો માટે અને અંજારની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જમીયત ચિલ્ડ્રન વિલેજમાં બહેનો માટે ડી.એલ.એડ.નો કોર્ષ થઈ શકે છે. તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૧ સુધી (રવિવાર સિવાય)  સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી ઉમેદવાર જરૂરી પ્રમાણપત્ર સાથે કોલેજમાં રૂબરૂ જઇને ફોર્મ ભરી શકશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here