ફડસર ગામની હાસલા સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

0
23પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબનાઓએ મોરબીજીલ્લામાં ચોરી છુપી ચાલતી ગે.કા.જુગાર અંગેની પ્રવૃતિ બંધ કરાવવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સૂચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયાને મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના ફડસર ગામની હાસલા તરીકે ઓળખાતીસીમમાં પ્રભુભાઇ સાંણજા રહે. રાજપર વાળાની વાડીના શેઢે ઇલે. થાંભલા નીચે લાઇટના અજવાળામાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ જેમાં (૧) નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયા/પટેલ ઉ.વ. ૪૮ રહે. પંચાસર રોડ, ૩૦૩-બી ,ઉમા રેસીડન્સી, મોરબી (૨) સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર / પટેલ ઉ.વ. ૪૦ રહે. કન્યા છાત્રાલય રોડ, વિજયનગર, હનુમાનજીના મંદિર પાસે મોરબી મુળ વાઘપર તાજી. મોરબી. (3) છગનભાઇ ગણેશભાઇ ઠોરીયા /પટેલ ઉ.વ. ૫૮ રહે. કાંતિપુર તા.જી. મોરબી (૪) ઠાકરશીભાઇ છગનભાઇ વિરમગામા / પટેલ રહે. યદુનંદન૧૭, કેનાલ રોડ, મોરબી,મુળ સરવડ તા માળીયા મિ. (૫) જીતેન્દ્ર રામજીભાઇ પ્રજાપતિ /કુંભાર ઉ.વ. ૩૬ રહે. શનાળારોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ ભાડેથી મુળ રહે ૫૪, વિવેકાનંદ નગર, સેકટર ૪-કે, દસક્રોઇ તા. દસક્રોઇ જી. અમદાવાદ વાળાઓને રોકડ રૂપીયા ૧,૨૬,૭૦૦/- તથા ગંજીપતાના પાના નંમ્પર કિ.રૂ. ૦૪૦ મળી કુલ રૂ. ૧,૨૬,૭૦૦/- ના મુદામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલર ૧૨ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે

કામગીરી કરનાર અધિકારી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીના HC ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દિલીપ ભાઇ ચૌધરી, PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા સતીષભાઇ કાંજીયા વિગરે જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here