તિલકવાળા ના બુજેઠા પાસે વાહન ની અડફેટે દીપડાનું મોત : વનવિભાગ અને પોલીસની ટિમો ઘટના સ્થળે દોડી આવી

0
21






તિલકવાળા ના બુજેઠા પાસે વાહન ની અડફેટે દીપડાનું મોત : વનવિભાગ અને પોલીસની ટિમો ઘટના સ્થળે દોડી આવી

રાજપીપળા : જુનેદ ખત્રી

તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઘણા પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય છે અને આ પ્રાણીઓ ઘણીવાર ખેતર વિસ્તારમાં રોડ વિસ્તારમાં નજરે પડતા હોય છે પરંતુ ગતરોજ સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક ૮ થી ૧૦ વર્ષીય દીપડાનું રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હોવાની ઘટના બની છે ઘટના બનતાજ આસપાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા દીપડાને જોવા માટે સ્થળ પણ ઉમટી પડ્યા હતા સદર ઘટનાની જાણ થતાં તિલકવાડા ફોરેસ્ટ વિભાગના અધિકારી RFO ગભાણીયા તેમજ તિલકવાડા પોલીસ વિભાગના PSI એમ. બી. વસાવા પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃત્યુ પામેલા દીપડાને રેસ્ક્યુ કરીને તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લઈ જવામાં આવ્યા હતો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here