તિલકવાડા ના બુજેઠા ગામ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા દીપડાનું ઘટનાસ્થળે મોત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

0
23


  1. તિલકવાડા ના બુજેઠા ગામ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા દીપડાનું ઘટનાસ્થળે મોત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

રિપોર્ટર વસીમ મેમણ તિલકવાડા

નર્મદા જિલ્લો એક પ્રકૃતિ થી ઘેરાયેલો જિલ્લો છે જેમાં ઘણા વિસ્તારમાં જંગલ એરીયા આવેલા છે એમાંનું એક તિલકવાડા તાલુકો છે જેના વજેરીયા અને આસપાસના વિસ્તારમાં પ્રાકૃતિક વિસ્તાર હોવાથી ઘણા પ્રકારના વન્ય જીવો વસવાટ કરતા હોય છે જેમાં દીપડા ચિત્તા સહિત ઘણા વન્ય જીવો જોવા મળે છે અને આ વન્ય પ્રાણીઓ ઘણી વાર ખેતર વિસ્તારમાં અથવા રોડ વિસ્તારમાં નજરે પડતા હોય છે જેમા બૂંજેઠા નજીક અજાણ્યા વાહન ની ટક્કર વાગવા થી દિપડાનુ ઘટના સ્થળેજ મોત થયુ હોવાની ઘટના બની છે

મળતી મહીતી અનુસાર તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક ગત રોજ સાંજના છ થી સાત વાગ્યા ના આ સમયગાળા દરમિયાન અંદાજીત 8 થી 10 વર્ષનો દીપડો રોડની એક તરફ થી બીજી તરફ રોડ ક્રોસ કરતો હોતો જેમાં અચાનક વાહન આવી જતા વાહન ની ટક્કર વાગી જતા દીપડાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ઘટના બનતાંની સાથે જ આસ પાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા દીપડાને જોવા માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગના આરે RFO ઘભાણીયા સાહેબ પોતાની ટીમ સાથે તેમજ તિલકવાડા પોલીસ વિભાગના PSI એમ બી વસાવા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ દ્વારા મૃત્યુ પામેલા દીપડાને તિલકવાડા પશુ ચિકિત્સાલય પણ લઈ જવામાં આવ્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here