વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે પાણીજન્ય રોગો થી રક્ષણ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

0
47


વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે ડ્રાય દીવસ નિમિત્તે પાણી જન્ય રોગો થી બચવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વિજાપુર ની હેલ્થ કચેરીના કેમ્પસ માં ડ્રાય દીવસ નિમિત્તે હાલ માં વરસાદ ની ઋતુમાં ભરાઈ રહેતા પાણી થી ફેલાતા રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચીકનગુનિયા જેવી બીમારીઓ થી કેવી રીતે બચવું તેનું માર્ગદર્શન મર્ચન્ટ કોલેજના બીએસસી નર્સિંગ ના વિધાર્થીઓ ની ઉપસ્થિત માં યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર એમએમ ચૌહાણ દ્વારા મેલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગો વરસાદી પાણી નો ભરાવો થવાથી તેમાં ઉત્તપન્ન થતા મચ્છરો ના કારણે ફેલાય છે જેનાથી બચવા માટે ઘર ના બારી દરવાજા બંધ રાખવા તેમજ પક્ષીકુંજ માંથી ભરાઈ રહેલ પાણી તેમજ ઘર માં કેટલીક જગ્યાએ ભરાયેલા પાણી તેમજ ફ્રીજ તેમજ એસી માં ભરાઈ રહેલા પાણી ને નિયમિત રીતે સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવો જોઈએ વગેરે નું માર્ગદર્શન આપવા માં આવ્યું હતું જેમાં માં વાત્સલ્ય કાર્ડ માટે આવેલા લોકો તેમજ આરોગ્ય ઓપીડી માં આવતા લોકો એ તેનો લાભ લીધો હતો હાલ મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાતા અટકાવવા માટે ડ્રાય દીવસ તરીકે તેની ઉજવણી પણ કરવામાં આવી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here