હાલોલના DYSP હરપાલસિંહ રાઠોડની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતા પોલીસ બેડામાં ખુશી

0
68






પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાની ગાંધીનગર કચેરી ખાતેથી ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની વિશિષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્યના ૧૭ જેટલા પોલીસ અધિકારીઓના નામોના લિસ્ટમાં હાલોલ ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ રાઠોડની પસંદગી પામતા પોલીસ બેડામાં ખુશાલી વ્યાપી ગઈ હતી જેમાં અધિકારીઓ પંચમહાલ અને હાલોલ પંથકમાં સતત હસમુખા સ્વભાવ ના પોલીસ અધિકારી ની છાપ ધરાવતા હરપાલ સિંહ રાઠોડ ની એમની પોલીસખાતામાં શ્રેષ્ઠ સેવાઓ તેમજ ગુનાઓને ઉકેલવામાં ની આગવી સૂત્ર અને લઈ ૧૫મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ચંદ્રક થી નવાજવામાં નવાના સમાચાર પંચમહાલ સહિત હાલોલ પંથકના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં વહેતા થતાં પોલીસ આલમમાં ખુશી વ્યાપી ગઈ હતી અને જિલ્લા સહિત તાલુકાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મહામહિમ રાજ્યપાલ હસ્તક રાષ્ટ્રપતિ મેડલ મળવા બદલ હરપાલસિંહ રાઠોડ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here