પાવાગઢ નજીક આવેલા વડાતળાવના ઘટાદાર જંગલમાં પ્રેમીયૂગલે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ.

0
70


પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

યાત્રાધામ પાવાગઢ ની તળેટી ખાતે આવેલ વડાતળાવ ના જંગલમાં 14 વર્ષીય સગીર બાળા અને તેના 18 વર્ષીય પ્રેમી યુવકે એક સાથે ગળે ફાંસો ખાઈ લઈ જીવન લીલા સંકેલી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેમાં બંને પ્રેમી પંખીડાઓએ એક જ ઓઢણીનો ગાળિયો લીમડાના ઝાડની ડાળીએ બનાવી બન્ને છેડે પોતાના ગળે ભરાવી આપઘાત કરી ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી જેમાં બનાવ અંગેની જાણ પાવાગઢ પોલીસને થતા પોલીસે બન્નેના મૃતદેહોને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી બનાવ અંગે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના મોલ ગામે નવા ફળિયામાં રહેતા રમણભાઈ દેસિંગભાઈ રાઠવા છેલ્લા પંદરેક દિવસથી પોતાની પત્ની લલિબેન અને 14 વર્ષીય સગીર દીકરી નયનાબેન સાથે વડોદરા ખાતે મજૂરી કામ માટે ગયા હતા જ્યાં એક ભાડાની રૂમમાં તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા જેમાં તેઓ 13મી ઓગસ્ટે તેઓ મજૂરીકામ થી ઘરે પરત આવ્યા હતા જ્યાં તેઓની દીકરી નયના ઘરે ન જોવા મળતા તેઓ શોધખોળ હાથ ધરી હતી જેમાં મોડી રાત થતા તેઓ પોતાના રૂમ પર આવી સૂઈ ગયા હતા જે બાદ 14મી ઓગસ્ટના રોજ સવારના સુમારે મોલ ગામ ના સરપંચે તેઓને ફોન કરીને જાણ કરી હતી કે તેઓની 14 વર્ષીય સગીર દીકરી નયનાએ વડાતળાવ ખાતે આવેલા જંગલમાં લીમડાના ઝાડની ડાળી પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જેમાં બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક વડોદરા થી વડાતળાવ ખાતે દોડી આવ્યા હતા જ્યાં આવી જોતા તેઓની દિકરી નયનાબેન લીમડાના ઝાડ પરની ડાળી પર એક ઓઢણીનો ગાળિયો બનાવી પોતાના ગળે ભરાવી આત્મહત્યા કરી લીધેલ હાલતમાં હતી જ્યારે ઓઢણી ના બીજા છેડાનો ગાળીયો બનાવી ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામે રહેતો 18 વર્ષીય વિનોદભાઈ નરેશભાઈ બારીયા પોતાના ઘરે ભરાવી આપઘાત કરી લીધો છે જેમાં નયના અને વિનોદ વચ્ચે પ્રેમ સંબંધ હોઇ બન્ને પ્રેમી પંખીડાઓએ પોતાની જીવનલીલા સંકેલી આપઘાત કરી લીધો હોવાની કેફિયત નયના પિતાએ જણાવી હતી બનાવ અંગેની જાણ થતા પાવાગઢ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગળે ફાંસો ખાઇ આપઘાત કરનાર બન્ને પ્રેમીપંખીડાઓના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આપઘાત કરનાર 14 વર્ષીય સગીર બાળા નયનાબેનના પિતા ની કેફિયતના આધારે બનાવ અંગે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે 14 વર્ષીય સગીર બાળા અને 18 વર્ષના પ્રેમી યુવકે એક જ ઓઢણીના બે છેડા નો ગાળીયો બનાવી પોતાના ગળે ભરાવી જીવનલીલા ટૂંકાવી દેતા બનાવથી ઘોઘંબા પંથકમાં તેમજ વડાતળાવ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here