ઇશ્વરનગર ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમતા નવ ઝડપાયા

0
26






પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબનાઓ એ મોરબી જિલ્લામાં ગે.કા.ચોરી છુપીથી ચાલતી જુગારની પ્રવૃતિ બંધ કરવા અંગે જરૂરી સુચના એલ.સી.બી.મોરબીના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.જાડેજાને કરતા તેઓના માર્ગદર્શન અને સૂ ચના મુજબ પો.સ.ઇ.શ્રી એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. દશરથસિંહ પરમારને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની બોરીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ ઇશ્વરનગર ગામે રહેતો આરોપી ચંદ્રકાંત દેવજીભાઇ પટેલની વાડીની ઓરડી પાસે બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ જેમાં (૧) ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા/પટેલ ઉ.વ.૩૩ રહે. ઇશ્વરનગર, તા.હળવદ જી. મોરબી (ર) ધર્મેન્દ્રભાઇ વાસુદેવ ભાઇ માકાસણા/પટેલ ઉવ.૪૫ રહે.ચરાડવા, આંબલીવાળી શેરી તા.હળવદ જી.મોરબી (3) હસમુખભાઇ પ્રભુભાઇ ગણેસીયા/કોળી ઉ.વ.૪૦ રહે.હળવદ, કરાચી કોલોનીતા.હળવદ જી.મોરબી (૪) ભરતગીરી રતીગીરી ગોસાઇ / બાવાજી ઉવ. ૫૦ રહે. હળવદ, વાણીયાવાડ, તા. હળવદ જી.મોરબી (૫) અરવિંદ મનજીભાઇ અંધારા/ પટેલ ઉવ. ૩૮ રહે. જેતપર, તા.જી.મોરબી (૬) રૂપેશ લક્ષ્મણભાઇ કલોલા/ પટેલ ઉવ.૪ર રહે. મોરબી, સામાકાઠે, સરસ્વતી સોસાયટી, શેરી નં.-૦૧ મુળ રહે જેતપર તા. જી.મોરબી (૭) શાંતિલાલ નારણભાઇ હુલાણી/ પટેલ ઉવ.૫૭ રહે. કડીયાણા તા.હળવદ જી. મોરબી (૮) ચમન ધનજીભાઇ બાવરવા/ પટેલ ઉ.વ.૪૧ રહે. વાઘપર, તા.જી. મોરબી (૯) ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા/પટેલ ઉ.વ. પર રહે. રોહીશાળા તા. માળીયા મિ. જી. મોરબી વાળાઓને રોકડ રૂપીયા રૂ.૨,૦૦૨૦૦/- તથા ગંજીપતાના પાના તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૨૨૦૦૦/- મળી કુલ રૂ.૨,૨૨,૨૦૦/- ના મુદામાલ સાથે નવ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે

કામગીરી કરનાર અધિકારી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ. તથા પો. ઇન્સ. શ્રી એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીના HC ચંદુભાઇ કાણોતરા સંજયભાઇ મૈયડ, નિરવભાઇ મકવાણા, તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ ચન્દ્રકાંતભાઇ વામજા,તથા PC દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વિગરે જોડાયેલ હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here