માંડણ થી અંકલેશ્વર જઈ રહેલા પ્રવાસી ની અલ્ટો કાર ને આંબલી ગામ પાસે આઇસરે ટક્કર મારતા એકને ઇજા

0
28


માંડણ થી અંકલેશ્વર જઈ રહેલા પ્રવાસી ની અલ્ટો કાર ને આંબલી ગામ પાસે આઇસરે ટક્કર મારતા એકને ઇજા

રાજપીપળા : જુનેદ ખત્રી

અંકલેશ્વર થી નર્મદા જિલ્લામાં પ્રવાસે ફરી પરત જઈ રહેલા પરિવાર ને નાંદોદ ના આમલી ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

પ્રાપ્ત માહિતી મુજબ હર્ષદભાઈ ભીખાભાઈ ગોહિલ નાઓની સાથે ફરીયાદીની અલ્ટો નંબર GJ-02-AP-3242ની લઈને માંડણ થી અંકલેશ્વર જતા હતા તે વખતે સાંજના આશરે ૪.૪૫ વાગ્યાના અરસામાં ફોરવીલ ગાડી આંબલી ગામના પાટીયુ પસાર કરતા તે વખતે સામેથી એક આઈસર ટેમ્પો નંબર MH.20.EL.6486 નો ચાલક પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અમારી અલ્ટો નંબર GJ-02-AP-3242 ગાડીને ડ્રાઈવર સાઈડે પાછળના ભાગે ટક્કર મારી એક્સીડંટ કરતા પાછળની સાઈડે બેસેલ ફરીયાદીને જમણા હાથે કોણીના ભાગે ફ્રેકચર કરી પોતાનુ ટ્રક લઈ નાશી છૂટ્યો હતો આ બાબતે રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here