ગુજરાત પ્રવાસન વિભાગનાં અણઘડ વહીવટ ના પગલે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે નિર્થક સાબિત…

0
77


ડાંગ:- મદન વૈષ્ણવ

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિકેન્ડની રજાઓને માણવા પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા:-
શનિવારે મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમમાં માત્ર 150 પ્રવાસીઓની સામે પ્રવાસન વિભાગ દ્વારા વધુ પ્રવાસીઓને પ્રવેશ આપી કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ છેદ ઉડાડયો હતો….

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં પ્રારંભની સાથે મોટા પાયે જાહેરાત તો કરી દીધી છે.પરંતુ અહી મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં માત્ર શનિ રવિમાં બે દિવસ જ સાંજનાં સુમારે કાર્યક્રમ યોજાતો હોય જેથી સોમથી શુકવાર સુધીમાં આવતા પ્રવાસીઓ માત્ર મોન્સૂન ફેસ્ટિવલનું નામ વાંચી વીલા મોઢે પરત ફરતા પ્રથમ વખત ગુજરાત પ્રવાસન વિભાગનાં અણઘડ વહીવટનાં પગલે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે નિર્થક સાબિત થવા પામ્યો છે.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી સમયાંતરે ધીમીધારનો અને ઝરમરીયો વરસાદ પડી રહયો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે દરેક પ્રાકૃતિક સ્થળો નિખરી ઉઠ્યા છે.ગિરિમથક સાપુતારા ખાતે વિકેન્ડની રજાઓની મઝાને માણવા શનિવારે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. શનિવારે સમયાંતરે વરસાદી માહોલ અને ધુમમ્સીયા વાતાવરણમાં ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટ,સનસેટ પોઈંટ,સનરાઈઝ પોઈંટ,બોટીંગ,સ્વાગત સર્કલ ,સ્ટેપ ગાર્ડન સહિતનાં સ્થળોએ પ્રવાસીઓ નાના મોટા વાહનોના કાફલા સાથે મોટી સંખ્યામાં ઉમટી પડતા લારી,ગલ્લા, રેસ્ટોરન્ટ અને હોટલો ખાતે હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.વિકેન્ડની રજાઓને માણવા આવેલ પ્રવાસીઓએ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી. ગિરિમથક સાપુતારા ખાતે થોડા દિવસ અગાઉ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રારંભ કરાયેલ મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે નિર્થક સાબિત થઈ રહયો છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનાં પ્રારંભની સાથે મોટા પાયે જાહેરાત તો કરી દીધી છે.પરંતુ અહી મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં માત્ર શનિ રવિમાં બે દિવસ જ સાંજનાં સુમારે કાર્યક્રમ યોજાતો હોય જેથી સોમથી શુકવાર સુધીમાં આવતા પ્રવાસીઓ માત્ર મોન્સૂન ફેસ્ટિવલનું નામ વાંચી વીલા મોઢે પરત ફરતા પ્રથમ વખત ગુજરાત પ્રવાસન વિભાગનાં અણઘડ વહીવટનાં પગલે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે નિર્થક સાબિત થવા પામ્યો છે.સાથે શનિવારે મોન્સૂન ફેસ્ટિવલમાં પણ 150ની મર્યાદામાં જ પ્રવાસીઓને પ્રવેશ અપાવાનો થતો હતો.પરંતુ લ્હાયમાં આવેલ સાપુતારા પ્રવાસન વિભાગ દ્વારા કોવિડનાં ગાઈડલાઈનને ભૂલી 150થી વધુ પ્રવાસીઓને પ્રવેશ આપી ભાન ભૂલતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા શનિવારે મોન્સૂન ફેસ્ટિવલનાં મનોરંજનનાં કાર્યક્રમમાં ભીડ એકઠી કરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રીત કરતા દ્રશ્યો ઉભા કર્યા હતા.ત્યારે સવાલ એ ઉભો થાય છે આ રીઢા અધિકારીઓ અને આયોજકો સામે પગલા કોણ ભરશે તે આવનાર સમય જ બતાવશે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here