માનનીય દંડક શ્રી પંકજભાઈ દેસાઈના હસ્તે 72માં વન મહોત્સવની ઉજવણી લુણાવાડા ખાતે કરવામાં આવી

0
1272માં વન મહોત્સવની ઉજવણી માનનીય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ ની અધ્યક્ષતા માં મહિસાગર જિલ્લાનાં લુણાવાડા ખાતે કરવામાં આવી.

અમિન કોઠારી : : સંતરામપુર

આ પ્રસંગે થી પ્રવચન કરતા ગડકરીએ જણાવ્યું કે વૃક્ષો આપણા જીવનના મહત્વનું અંગ છે કોરોના કારમાં ઓક્સિજનની કમી વર્તાય રહી છે ત્યારે મહિસાગર જિલ્લા ખાતે ૭૨ માં વન મહોત્સવ નિમિત્તે આપણે વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરીએ અને તેની સાથે કુદરત સાથે તાલ મિલાવીને જે માનવ જીવન અઘરું થઈ ગયું છે તેને સાચી દિશા મળે સાચો રાહ મળે અને બીમારીઓ સામે રક્ષણ મળે એટલે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ.
ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અનુસાર 2021માં મહિસાગર જિલ્લામાં ૪૬૧ હેકટર જમીનમાં કુલ ૩૩.૪૭ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

 

 

આ પ્રસંગે પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય અજયસિંહ ચૌહાણ, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, નગરપાલિકા પ્રમુખ ,નાયબ વન સંરક્ષક શ્રી એમ એલ મીના સહિત તમામ કર્મચારી ગણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here