રોટરી દ્વારા ” રોટરી વૈકુંઠરથ” ની નિઃશુલ્ક સેવા ખુલ્લી મુકવામાં આવી.

0
19રાજોધરજી હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા વૈકુંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

સ્વજનના અવસાન સમયે આ રથ હળવદ શહેરના કોઈપણ વર્ગના અને જ્ઞાતિ કે જાતિના લોકો ઉપયોગમાં લઈ જઈ શકશે.

હળવદ ગામની જૂની બાંધણી અને સાંકડા રોડ રસ્તાને ધ્યાને રાખીને સરળતાથી ગમેતે ગલીમાં જઈ શકે એવો નાનો અને મીની રથ રોટરી દ્વારા બનાવવામાં આવ્યો છે.

આ રોટરી વૈકુંઠરથનું
સ્વ: વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયાના સ્મરણાર્થે
હસ્તે: કાનજીભાઈ દેવશીભાઈ જોટાણીયા પરિવાર (પ્રતાપગઢ વાળા) તરફથી આર્થિક સૌજન્ય પ્રાપ્ત થયું છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીશ્રી સહજાનંદગિરિજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ રથના મુખ્ય દાતાશ્રી ધર્મેન્દ્રભાઈ જોટાણીયા તેમજ તેમના પાટિયા ગ્રુપના સાથી મિત્રો હાજર રહ્યા હતા.

રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત આ રથના પ્રોજેક્ટ ચેરમેન શૈલેષભાઇ પટેલ છે.

વૈકુંઠરથ ની જરૂર પડ્યે તેમના મો.નં. 98257 55247 ઉપર સંપર્ક કરી શકાશે.

વૈકુંઠરથ માં ડ્રાઈવિંગની નિઃશુલ્ક સેવા આપવા ઇચ્છતા શૈલેષભાઇ ને નામ નંબર લખાવે તેવી અપીલ.
પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here