સરકારની અણઆવડતથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી રસ ઉડી રહ્યો છે

0
39


સ્પર્ધાત્મક પરીક્ષા એટલે સરકારી નોકરી મેળવવા માટેની ઉજ્જવળ તક. આજે રાજકોટમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટની ભરતી માટે યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજકોટમાં ૭૫ ટકા ઉમેદવારોની ગેરહાજરીને જોઇને પરીક્ષાના આયોજકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. વર્ગ – ૩ ની ભરતી માટે ૧૨ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી આજની પરીક્ષામાં માંડ ૩ હજાર ઉમેદવારો હાજર જોવા મળ્યા હતા. કોરોનાને કારણે પરીક્ષાખંડમાં માત્ર ૨૦ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાંથી કેટલાક પરીક્ષા ખંડમાં તો માત્ર ૨ થી ૩ ઉમેદવારો જ જોવા મળ્યા હતા.

 રાજકોટ ઉપરાંત જામનગર અને જૂનાગઢમાં આજે જાહેર સેવા આયોગના ઉપક્રમે આસિસ્ટન્ટ સહાયક વર્ગ – ૩ની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે લાંબા સમય બાદ લેવામાં આવેલ આ પરીક્ષામાં ઓ.એમ.આર. પધ્ધતિ પ્રમાણે બે પ્રશ્ન પેપર લેવામાં આવ્યા હતા. બન્ને પરીક્ષામાં એકંદરે પ્રશ્ન પેપર સહેલા હતા. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલાક ઉમેદવારોએ તૈયારીના અભાવે પરીક્ષા આપવાનું ટાળ્યું હતું.

ગેરહાજર પરીક્ષાર્થીની સંખ્યામાં વધારો થયો હતો. હાજર માત્ર ૩૧૫૯ ઉમેદવારો હતા. જ્યારે ૯૦૫૮ ઉમેદવારોની સંખ્યા ગેરહાજર નોંધાઇ હતી. સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજકોએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોનાને કારણે મોટાભાગના કોચીંગ કલાસ બંધ રહ્યા છે. તેથી ઉમેદવારોને કોચીંગ મળતું નથી. લાંબા સમય સુધી પરીક્ષાઓ યોજાઇ નથી તેમજ પરીક્ષા લીધા બાદ મોડા આવતા પરીક્ષા લીધા બાદ મોડા આવતા પરિણામ અને પોસ્ટીંગમાં જતા વિલંબને કારણે ઉમેદવારો જાણે કંટાળ્યા હોય તેમ પરીક્ષા આપવાથી દૂર રહ્યા છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here