કડાણા જળાશયમાં નબળી કામગીરી કરી સરકાર ની તિજોરી માં ગાબડું પાડનાર કોન્ટ્રાકટર ને પુનઃ કામગિરી સોંપાતા ગણગણાટ શરૂ

0
33


કડાણા જળાશય મા ગત વર્ષે (બકેટ) નીચાણ વિસ્તારમાં નબળી કામગીરી કરી સરકારી તિજોરીમાં 13 કરોડો રૂપિયા નું ગાબડું પાડનાર કોન્ટ્રાક્ટરને પુનઃ ડેમની મરામત કામગીરી સોંપવામાં આવતા અધિકારીઓ ના કોન્ટ્રાક્ટર સાથે ના સુખદ સંબંધો સામે જીલ્લામાં પુનઃ શંકા કુશંકા સાથે ભ્રષ્ટાચાર નો ગણગણાટ શરૂ થયો હતો.

 

અમિન કોઠારી : : સંતરામપુર

 

“નાં બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપૈયા”  કહેવત કડાણા સિંચાઈ વિભાગ કચેરીમાં સાર્થક થતી જોવા મળી હતી મહીસાગર જીલ્લાના જીવાદોરી સમાન કડાણા ડેમ બન્યાને 50 વર્ષ જેટલો સમય થઈ ચુક્યો છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા અવાર નવાર ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મરામત કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આ કામગીરીમાં ઈજાદાર દ્વારા માપદંડ અને ગુણવત્તા સાથે કામમાં કોઈ ગેરરીતિ આચરવામાં ન આવે તે દેખરેખ નું કામ ડેમ સત્તાધીશો ના હાથમાં હોય છે પરતું આશ્ચર્ય ની વાત એ છે કે ગત વર્ષે કડાણા ડેમ ગેટ નંબર 18 થી 21 ના નિચાળ વિસ્તારમાં આવેલ (બકેટ) ભાગમાં 30 ફુટ ફુટ જેટલો મોટો ખાડો પડ્યો હોવાનું ધ્યાનમાં આવતા સરકાર દ્વારા ડેમ ના અસ્તિત્વ અને લાખ્ખો લોકોના હિતને ધ્યાનમાં રાખી 13 કરોડ ના ખર્ચે આ ભાગનું મરામત કામ જે એજન્સી ને સોંપવામાં આવ્યું હતું તેમા ઈજારદાર દ્વારા નબળી અને ગુણવત્તા વગરની કામગીરી કરવામાં આવતા એક માસના ટુંકા ગાળામાં ડેમમાંથી છોડવામાં આવેલ પ્રથમ પાણીના વહેણમાં બકેટ ભાગમાં કરવામાં આવેલ પ્લાસ્ટર સાથે વપરાયેલ જાળીઓ તણાઈ જતા લુણાવાડા ના હાડોડ પુલ ઉપર જોવા મળી હતી જેથી આ કામમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલ્લી પડતાં સરકારના 13 કરોડો રૂપિયા પાણીમાં ધોવાયા હોવાની ચર્ચાઓ જીલ્લામાં હજી થંભી નથી છતા આવી નબળી અને ગુણવત્તા વગરની કામગીરી કરનાર ઈજારદાર સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પુનઃ ડેમ ની સુરક્ષાને નેવે મુકી ચાલુ વર્ષે પણ એજ ભ્રષ્ટાચાર ઈજારદાર ને કામ સોંપવામાં આવતા આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ ની કોન્ટ્રાકટર સાથેની મીલીભગત સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા જો આ કામગીરીમાં ડેમ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો થયેલ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી શકે તેમ છે તેમજ આ કામમાં સંકળાયેલા તમામ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મીલીભગત સામે આવે તેમાં કોઇ શંકા નથી??!! તેવી લોકોમાં જોરશોર થી ચર્ચાઓ ચાલી રહી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here