આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે થશે ટેન્ડર પ્રક્રિયા

0
48


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગ માટે નવુ ટેન્ડર બહાર પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા  છ વર્ષથી એક જ એજન્સીઓના કોન્ટ્રાકટ ચાલતા હતા અને એજન્સીઓ દ્વારા ગેરરીતિની વ્યાપક ફરિયાદો પણ ઉઠી હતી.જેને લઈને આરોગ્ય વિભાગે આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.ગુજરાત જનતા જાગૃતિ મંચે જુની એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયામાંથી બાહર રાખવાની પ્રબળ માંગ કરી છે. કર્મચારીઓના હકના નાણા રીકવર કરવાની પણ ગુજરાત જનતા જાગૃતિ મંચ માંગ કરી ચુક્યુ છે.બોનસ, એરિયર્સ અને ડ્રેસ વોશિંગમાં એજન્સીઓએ ઉચાપત કરી હોવાના પણ આક્ષેપ કર્યા છે.ડી.જી.નાકરાણી અને એમ.જે સોલંકી વિરૃધ્ધ તપાસ કમિટીનો રિપોર્ટ સાર્વજનિક કરવા ગુજરાત જનતા જાગૃતિ મંચે માંગ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here