માળીયા ના ખીરઈ ગામની સીમમાં જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો ઝડપાયા

0
19પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ નાઓએ મોરબી જીલ્લામાં ગેકા.રીતે ચાલતી જુગારની પ્રવૃતિ અંકુશ લાવવા જરૂરી સુચના કરતાપોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.બી.જાડેજા તથા એલ.સી.બી.મોરબી સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન પો. હેડ કોન્સ વિક્રમસિંહ બોરાણા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે માળીયા મિ. તાલુકાના ખીરઇ ગામની સીમમાં માળીયા મિ.-મોરબી હાઇવે રોડ ઉપર નાઝ ટ્રાન્સપોર્ટની બાજુમાં નવી બનતી હોટલના ગ્રાઉન્ડમાં આવેલ ગોળાકાર ઓરડીમાં આરોપી હાસમ કરીમભાઇ મિયાણા રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી-૦૨ વાળા બહારથી સ્ત્રી તથા પુરૂષોને બોલાવી સાધન સગવળ પુરી પાડી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ જેમાં (૧) હાસમ કરીમભાઇ મોવર । મિયાણા ઉ.વ.૩૫ રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી-૦૨ (૨) અનવર જુશબભાઇ જામ /મિયાણા ઉ.વ. ૬૦ રહે. વીસીપરા, શાંતિનગર, વિજયનગરની બાજુમાં મોરબી-૦૨ (૩) સોનલબેન વા./ઓ. હિતેષભાઇ લીંબાભાઇ નાગ /રબારી ઉ.વ. ૩૫ રહે. લાયન્સનગર, સેન્ટમેરી સ્કૂલ પાસે, મોરબી-૦૨ વાળાઓને રોકડ રૂ.૨,૪૫,૦૦૦/- તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૫,૫૦૦/- ના મુદામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ તળે માળીયા મિ. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

કામગીરી કરનાર અધિકારી પો.ઇન્સ.શ્રી વી.બી.જાડેજા, પો.સ.ઇ.શ્રી, એન.બી.ડાભી,તથા એલ.સી.બી.મોરબીના HC દિલીપભાઇ ચૌધરી ,વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા ,પુથ્વીસિંહ જાડેજા, ફુલીબેન તરાર, PC ભરતભાઇ મિયાત્રા, વિક્રમભાઇ કુંગસીયા, તથા દશરથસિંહ ચાવડા, રણવીરસિંહ જાડેજા વિગરે જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here