બીમારીથી પીડિત 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું વેક્સિનેશન ટૂંક સમયમાં શરૂ

0
32


ભારત સરકાર બીમારીથી પીડિત 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું વેક્સિનેશન ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જોકે, સંપૂર્ણપણે સ્વસ્થ બાળકોને હાલ પૂરતા વેક્સિનેશનનો લાભ મળે તેવી નહીંવત શક્યતા છે. કોવિડ-19 વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપનારી સમિતિના મતે વર્તમાન સમયમાં દેશમાં 40 કરોડ બાળકો છે. તમામનું વેક્સિનેશન શરૂ કરવામાં આવે તો તેવા સંજોગોમાં અગાઉથી ચાલી રહેલા 18+ ઉંમરના લોકોના વેક્સિનેશનને અસર થઈ શકે છે.

સૌ પ્રથમ પુખ્ત લોકોનું વેક્સિનેશન થાય તે જરૂરી છે, અન્યથા આગામી સમયમાં દેશમાં ફરીથી અગાઉ જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે કે જ્યારે લોકોએ હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાળકોના વેક્સિનેશન અંગે સમિતિએ સલાહ આપી છે કે અત્યારે 12 વર્ષથી વધારે ઉંમરના એવા બાળકોને જ વેક્સિન આપવામાં આવે કે જેઓ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. સમિતિનું માનવું છે કે દરેક બાળકે શાળાએ મોકલતા પહેલા તેનું વેક્સિનેશન કરવાની જરૂર નથી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here