મોરબીમાં એક્સ ફેક્ટર અને ઇન્ડિયન આઇડલ ફેઈમ કલાકારો દેશભક્તિ ગીતોની સુરાવલી વહાવશે

0
18


જશ્ને આઝાદી ! આજે મોરબીમાં એક્સ ફેક્ટર અને ઇન્ડિયન આઇડલ ફેઈમ કલાકારો દેશભક્તિ ગીતોની સુરાવલી વહાવશે

75માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાજસ્થાનના નામાંકિત કલાકારોના સથવારે સંગીત સંધ્યા : ફેસબુક પેઇઝ ઉપર લાઈવ પ્રસારણ થશે.

મોરબી : ભારત દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાય ગયો છે. ત્યારે સર્વધર્મ સમાનની ભાવના સાથે વર્ષોથી અખંડ રાષ્ટ્રીયતાની ભાવના ઉજાગર કરી દરેક ભારતીયોમાં સતત રાષ્ટ્રપ્રેમ જાગૃત રહે તે માટે અવિરતપણે પ્રયત્નશીલ રહેતા મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનાર કાંતિવિરોની શોર્ય ગાથાને નમન કરવા જશ્ને આઝાદી શિર્ષક હેઠળ આજે સોની ટીવીના એક્સ ફેક્ટર, ઇન્ડિયન આઇડલ અને દિલ હૈ હિન્દુસ્તાની ફેમ રાજસ્થાનના પ્રખ્યાત કલાકારોના સથવારે દેશભક્તિ ગીતોની સંગીત સંધ્યાનું આયોજન કર્યું છે.સમગ્ર કાર્યક્રમ યંગ ઇન્ડિયા ગ્રુપના ફેસબુક પેઈજ ઉપર લાઈવ નિહાળવા મળશે.

મોરબીમાં વર્ષોથી દેશભક્તિની ભાવનાને સુદ્રઢ બનાવવા માટે પ્રયત્નશીલ રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવાના અવસર ઉપર દેશભક્તિથી તરબોળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે 14 ઓગસ્ટને શનિવારે રાત્રે 9-30 વાગ્યે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા જશ્ન એ આઝાદી હેઠળ સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડની ગાઈડલાઈનને ધ્યાને લઈને આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજાશે. જેમાં સમગ્ર કાર્યક્રમ આજે રાત્રે 9-30 વાગ્યે યંગ ઇન્ડિયા ગ્રુપના ફેસબુક પેઇઝ ઉપર લાઈવ પ્રસારણ થશે.

આ કાર્યક્રમ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે,આજની સંગીત સંધ્યામાં સોની ટીવીના લોકપ્રિય એક્સ ફેક્ટર અને ઇન્ડીયન આઇડલ તેમજ દિલ હે હિન્દુસ્તાની જેવા ટીવી શોમાં પોતાની કલા થકી અદભુત પ્રસિદ્ધિ મેળવનાર તેમજ દેશની સાંસ્કૃતિક ધરોહર કહી શકાય એવા રાજસ્થાનના કલાકારો ફકીરા ખેતા ખાન ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીત સંગીતની સુરાવલી વહાવશે. તેમજ સ્થાનિક કલાકારો દ્વારા પણ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ વર્ષોથી રાષ્ટ્રભાવના ઉજાગર કરે છે. દેશની આન, બાન અને શાન સમાં 15 ઓગસ્ટ આઝાદીના પર્વ ઉપર ખાસ કરીને આપણે દેશની આઝાદી માટે પોતાની જાનની બાઝી લગાવનાર ક્રાંતિવીરોની દેશભક્તિને નમન કરી એમની દેશભક્તિમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ તે માટે આ કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સાથેસાથે લોકગીતોનું પણ મૂલ્ય જળવાઈ રહે તે માટે આજના આ કાર્યક્રમમાં દેશની સાંસ્કૃતિક ઘરોહર સમાન લોકગીતો રજૂ કરાશે અને દરેક લોકોને આજે રાત્રે યંગ ઇન્ડિયા ગ્રુપના ફેસબુક પેઇઝ ઉપર પ્રસારિત થનાર ઓનલાઈન કાર્યક્રમનો લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ અનુરોધ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here