રાજકીય ભ્રમની નજરથી જોશો તો તમારે કોઇ પડોશી નથી

0
35આપણા પડોશી કોણ છે

આપણો વાસ્તવિક અને આ જીવન પડોશી કોણ છે એ સમજાયુ નથી એટલે હજી મુઢમતિ બની રહ્યા છીએ,

આપણા પડોશીઓ,
અન્ન પકવનાર ખેડુત,
કરીયાણુ વેચતો વેપારી,
શાકભાજી વેચતો વેપારી
દુધ વેચતો માલધારી
વાળ કાપતો વાણંદ
કપડા સીવી આપતો દરજી,
ફર્નીચર બનાવી આપતો સુથાર
મકાન બનાવતો, ચણતર કરતો કડીયો,
ગટરો, રસ્તાઓ સાફ કરનાર સફાઇકામદાર,
રોડ રસ્તા બનાવનાર મજુર
કારખાનાઓમાં કામ કરતો કારીગર

આ બધા આપણા પડોશી છે,

તો સુરક્ષા પેદા કરવાના ભ્રમ અને વ્હેમમાંથી બહાર નીકળો,

આસપાસ સુરક્ષા જાળવો,
આપણા જીવનના દરેક કામકાજો, જીવન જરૂરીયાતો માટે ઉપયોગી બને છે તેવા નાના મોટા ગરીબને મદદરૂપ બની સક્ષમ રાખો તો એ આપણી પોતાની સુરક્ષા છે,

મતદાન કરીને કરીને જેને સતા આપી છે એ લોકો પણ ટીવી ઉપર નિવેદનોના બણગાં ફુકે છે નેતા પોતે LNG લઇને સૈનિકો સાથે લડવા જતા નથી, સતા ઉપર જુઠાઓને બેસાડયા એટલે આપણે આપણા જુઠાણા અને પગ ઉપર કુહાડા માર્યા તેને મલમ લગાવવા તદન વાહીયાત આશ્વાસનો લેવા તદન જૂઠા તાનાશાહોને સમર્થન કરવા નીકળી પડયા છીએ,

૨૦ વર્ષ પહેલા સામાન્ય હિન્દુ માણસને સામાન્ય મુસ્લિમથી ડર કે ભય લાગતો નહોતો,

બે દાયકાના ભયાનક રાજકારણને કારણે એટલો અવિશ્વાસ મગજમાં ઘુસાડી દિધો છે કે હિન્દુ ને મુસ્લિમથી અને મુસ્લિમને હિન્દુ થી અમસ્તો ભય લાગે છે, મગજમાં શંકાના કીડાઓ ફરતા થઈ જાય છે.

ભાજપવાળા, કોંગ્રેસવાળા, બીજા બધા અંધભકતો અને કટ્ટરવાદી વિચારધારાઓના અનુયાયીઓને એના મુળ નેતા ઓળખતા પણ નથી, પોતાની આપમેળે ડાગલાની જેમ કુદી પડીયે છીએ, આપડાહ્યા બનીને પોતાને કોઇના ગુલામ હોવાનું બતાવીએ છીએ,

જે જે લોકો રાજકીય ખેસ પટ્ટા પહેરેલા છે એ પોતાના કામ ધંધા અને ભ્રષ્ટાચાર કરવાના ઉપયોગ માટે પહેરેલા છે, ચૂંટણીઓમાં નેતાઓ અને કાર્યકરો બંને પક્ષના ઉમેદવારો પાસેથી પૈસા ખાતા હોય છે,

સુરક્ષાની જરુર પોતાના વિસ્તારમાં, પોતાના ગામમાં, પોતાના શહેરમાં કરવાની જરૂર છે,

ઈઝરાયેલ, પાકિસ્તાન, ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન,.. આ બધા સામે લડવા જવામાં તમે તો જવાના નથી, સોશિયલ મીડિયા ઉપર માનસિક ભય ફેલાવવામાં શું મજા લેવી ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here