મૂળ રાજપીપળાના અને હાલ મુંબઈમાં રહેતા સંગીતકાર શિવરામ પરમારે અમૃત મહોત્સવ માટે ગીત બનાવ્યું

0
148

મૂળ રાજપીપળાના અને હાલ મુંબઈમાં રહેતા સંગીતકાર શિવરામ પરમારે અમૃત મહોત્સવ માટે ગીત બનાવ્યું

ગીતમાં આઝાદીથી લઈને આજના આત્મ નિર્ભર ભારતની ગાથા કંડારવામાં આવી

રાજપીપળા : જુનેદ ખત્રી

સમગ્ર ભારત દેશમાં આઝાદીના ૭૫ મા વર્ષની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી ત્યારે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર,મ્યુઝીક ડાયરેકટર અને ગાયક, જેઓએ રાજપીપલા જેવા નાનકડા ગામમાંથી મુંબઈ જઈને પોતાની એક આગવી ઓળખ ઉભી કરીને રાજપીપલા તથા ગુજરાતનું નામ રોશન કર્યુછે એવા શિવરામ પરમાર તથા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખાન ના માનસ પુત્રી પદ્મશ્રી ડો.સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ ને લઈને એક સુંદર ગીતની રચના કરવામાં આવી છે જેનો કંઠ પણ શિવરામ પરમારે જ આપ્યો છે. આ ગીતમાં આઝાદીથી લઈને આજના આત્મ નિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે.આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે આ ગીતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન ‘ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે ’ની અમુક પંક્તિઓ અલગ રીતે કંપોઝ કરવામાં આવી છે . જે આ ગીતને લોકપ્રિય બનાવશે . એમ શિવરામ પરમાર દ્વારા જાણવા મળ્યું છે . શ્રી શિવરામ પરમારે આવા અનેક કામ સાથે ભારત દેશને “ સ્ટેચ્યુ ઓફ યુનિટી ’’ નું ગીત તથા મતદાન માટે લોકોને જાગૃત કરવાના અનેક ગીતો બનાવ્યા છે.આ ગીતના શબ્દો બનારસના જાણીતા કવિ સંજયભાઇ મિશ્રા એ લખેલ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here