કાલોલ ઈનોક્ષ પાસેથી લઇ જવાતો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ગૌમાંસ હોવાનું એફ.એસ.એલ રિપોર્ટ આવતા પોલીસે ગુનો નોંધ્યો

0
123

પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના બોરુ ગામે થી ગત શુક્રવારે સવારે રિક્ષા નં જીજે ૨૩ w ૧૩૧૨ મા શંકાસ્પદ ગૌમાસ લઈ જવાની બાતમી આધારે પોલીસે રેડ કરી ઈનોક્ષ કંપની પાસેથી 16 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી લેબોરેટરી પરિક્ષણ માટે સેમ્પલ લેવડાવી મોકલી આપેલ જે સેમ્પલનો રિપોર્ટ બંધ કવરમાં એફ.એસ.એલ સુરત તરફથી આવતા પોલીસે બંધ કવર વંચાણે લેતા ગૌમાસ હોવાનું લખાઈ આવતા પોલીસે રિક્ષાચાલક સરફરાજ નજીરભાઈ શેખ રે કાલોલ અને શનાનાબીબી જાવિદભાઈ બેલીમ રે બોરૂ તેમજ ગૌ માસ આપનાર ફિરદોષ અંસારભાઈ બેલીમ રે બોરૂ સામે ગુનો દાખલ કર્યો છે. જયારે અન્ય બે મુસાફરો પતિપત્ની ખરીદી કરવા આવેલ હોવાથી તેમનો આરોપીઓ માં સમાવેશ કરેલ નથી. રિક્ષામાં બેઠેલી મહિલા સબાનાબીબી જાવીદભાઈ બેલીમ પાસે વિમલ ના થેલામાં પ્લાસ્ટિક માં થયેલો હોય તે થેલામાં ગૌમાંસનો જથ્થો મળી આવેલો જે જથ્થો ફિરદોશ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યા હોવાની મહિલાએ કબૂલાત કરી હતી કાલોલ પોલીસે રૂ ૩૬૮૦/ નો ગૌ માસ અને સીએનજી રિક્ષા રૂ ૫૦,૦૦૦/ મળી રૂ ૫૩,૬૮૦/ નો મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર રીતે ગૌ વંશ ની કતલ કરી ગૌ માસ વેચાણ માટે લઈ જનાર મહીલા અને માસ આપનાર તથા રિક્ષા ચાલક સામે પશુ સાચવણી અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમ તથા ભારતીય દંડ સંહિતા ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે ગત જુલાઇ માસમા આજ સ્થળે થી ગૌ માસ ઝડપાયા બાદ આ જથ્થોબોરૂ ગામેથી લાવ્યા હોવાની હકીકતો બહાર આવી હતી અને કાલોલ નગરમા હિંસા અને પોલીસ ઉપર પત્થર મારો થયો હતો. કાલોલ તાલુકાના વેજલપુર બાદ બોરૂ ગામ ગૌ માસ નું એપી સેન્ટર બની રહ્યુ છે ત્યારે તથાકથિત શાંતિદુતો (જેઓ વિવાદ સમયે ફૂટી નીકળતા હોય છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઢાંકપિછોડો કરતા હોય છે ) પોતાના વિસ્તારમા થતી આવી પ્રવૃત્તિ અટકાવે અને તંત્ર ને જાણ કરે જેથી કરીને અન્ય ધર્મના લોકો ની લાગણી અકબંધ રહે અને બન્ને કોમ વચ્ચે ભાઈચારો જળવાય.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here