ડાંગ: કસ્ટોડિયલ ડેથનાં આરોપીઓની ધરપકડ નહિ થતાં મૃતકોનાં પરિવાજનો સાથે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની પોલીસ વડાને  રજુઆત

0
131

ડાંગ:- મદન વૈષ્ણવ

નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં વઘઇનાં બે યુવાનોનાં કસ્ટોડિયલ ડેથ બાબતે નોંધાયેલ એફ.આઈ.આર બાદ હજુ સુધી આરોપીઓની ધરપકડ નહી થતા આજરોજ મૃતક યુવાનોનાં પરિવારજનો સાથે ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત સહિત આગેવાનોએ નવસારી જિલ્લા પોલીસ વડાને મળી આ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી આદિવાસી પરિવારને ન્યાય આપવા માટે રજુઆત કરી હતી…
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ મથકમાં થોડા દિવસ પૂર્વે વઘઇનાં બે આદિવાસી યુવાનોનાં કસ્ટોડિયલ ડેથ થયા હતા.આ અપમૃત્યુ કેસનાં પગલે સમગ્ર આદિવાસી સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.આ બનાવ સંદર્ભે આદિવાસી સંગઠનોએ અને નેતાઓએ આંદોલન છેડતા આખરે નવસારી જિલ્લા પોલીસની ટીમે ચીખલી પોલીસ મથકનાં જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી તેઓ વિરુદ્ધ એફ.આઈ.આર નોંધી હતી.તેવામાં ચીખલી કસ્ટડીયલ ડેથનાં જવાબદાર આરોપીઓ સામે એફ.આઈ.આર નોંધાઈ છે જેને ઘણો સમય વીતી ગયો છે અને હજુ સુધી ધરપકડ ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

ચીખલી પોલીસ કસ્ટોડિયલ ડેથનાં જવાબદાર આરોપીઓની વહેલી તકે ધરપકડ થાય તથા આદિવાસી પરિવારને ન્યાય મળે તે માટે આજરોજ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત, ડાંગ ભાજપાનાં મહામંત્રી રાજેશભાઈ ગામીત,કિશોરભાઈ ગાવીત,તાપી જિલ્લા ભાજપા પ્રભારી અશોકભાઈ ધોરજીયા સહિતનાં આગેવાનોની ટીમે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની મુલાકાત લીધી હતી.અને આ આગેવાનોએ વહેલી તકે જવાબદાર આરોપીઓની ધરપકડ કરવા માટેની રજુઆત કરી હતી. ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વીજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ચીખલી કસ્ટડીયલ ડેથમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થયેલ હોવાથી અમો આગેવાનો તથા મૃતક યુવાનોનાં પરિવારજનો આજરોજ નવસારી જિલ્લા પોલીસ વડાને મળ્યા હતા.અને વહેલી તકે આરોપીઓની ધરપકડ કરી આદિવાસી પરિવારને ન્યાય મળે તે માટેની રજુઆત કરી હતી.તથા નવસારી જિલ્લા પોલીસ વડાએ પણ આ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની ખાતરી આપી છે..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here