ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા 75માં “સ્વાતંત્ર દિન”ની  અનોખી રીતે ઉજવણી કરી.

0
147

ડાંગ:- મદન વૈષ્ણવ

આહવા નગરમાં અદમ્ય ભૂમિકા ભજવનાર  ગામનાં વડીલો સહીત સફાઈ કર્મીઓને ભેટ સોગાદો આપી સન્માન કર્યુ….
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં લોકપ્રિય સરપંચ એવા હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત સેવાકીય ભાવના માટે ડાંગ જિલ્લામાં જાણીતા વ્યક્તિ છે. આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ અને નગરશેઠ એવા રતિલાલભાઈનાં પુત્ર હરિરામભાઈ સાંવતે કોરોના કાળમાં જરૂરિયાતમંદોને નિસ્વાર્થભાવે અનાજ કીટ સહીત આર્થિક રીતે મદદ પુરી કરી.


જિલ્લામાં સામાજિક પ્રસંગ હોય કે દુઃખની ઘડી હોય અહી સેવા શ્રેષ્ઠી તરીકે હરિરામભાઈ હાજર રહી પોતાનુ યોગદાન આપે જ છે.  ગતરોજ દેશનાં 75માં સ્વાતંત્ર દિન નિમિત્તે આહવાનાં સરપંચ હરિરામભાઈ સાંવત દ્વારા આહવા નગરનાં વડીલ આગેવાનો જેમાં પાટીલ,ગ્રામ પંચાયતનાં સભ્યો,ગ્રામ પંચાયતનાં કર્મચારીગણ તથા સફાઈ કર્મચારીઓને ભેટ સોગાદો આપી અનેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ.આહવા ગ્રામ પંચાયતનાં પ્રાંગણમાં 75માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સરપંચ હરિરામભાઈ સાંવતે રાષ્ટ્ર ધ્વજને આન,બાન અને શાન સાથે સલામી આપી ઉપસ્થિત ગ્રામવાસીઓને જણાવ્યુ હતુ કે ગામનાં વિકાસની કામગીરીમાં સરપંચની ભૂમિકા સર્વોપરી હોય છે,પરંતુ સરપંચ ત્યારે જ સફળ બને છે.જ્યારે ગ્રામ પંચાયતનાં સભ્યો પણ કાર્યશીલ અને સહકારની ભાવના સાથે એક બની વિકાસનાં કામો તરફ આગળ ધપે.સાથે કર્મચારી અને સર્વે સ્ટાફનો પણ સહયોગ હોય તો ગ્રામ પંચાયતનાં કામો દીપી ઉઠે છે.

સેવાકીય વિચારધારા અને સૌને સાથે રાખીને કામ કરવાની ભાવના દ્વારા તેમને ડગલેને પગલે સહકાર આપનારા વડીલ આગેવાનો જેમાં પાટીલ,ગ્રામ પંચાયતનાં સભ્યો,ગ્રામ પંચાયતનાં કર્મચારીગણ તથા સફાઈ કર્મચારીઓને ભેટ સોગાદ આપી સન્માન કર્યુ હતુ.સાથે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સરપંચ સહીત ગ્રામજનોએ સાથે મળી આહવા નગરનાં વિકાસનો સંકલ્પ લેવામાં આવ્યો હતો…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here