મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષારોપણ કરાયું

0
152મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષારોપણ કરાયું

હઝરત નિઝામશાહ નાંદોદી સરકાર ની દરગાહ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું

દેશનિ સેવા કરવાં ઇચ્છતા હોય તો દરેક વ્યક્તિ પોતાના હાથે વૃક્ષ વાવો : સૈયદ હસન અસ્કરીમિયાં ( મોહસીને આઝમ મિશન વડા )

રાજપીપળા : જુનેદ ખત્રી

સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ ની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજપીપળા માં મોહસીને આઝમ મિશન દ્વારા હઝરત નિઝામ શાહ દરગાહ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી ૭૫ માં સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી

મોહસીને આઝમ મિશન ના વડા સૈયદ હસન ના આદેશ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ છે મોસીન એ આઝમ મિશન દ્વારા સતત સમાજસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે ઉપરાંત કોરોના ની કપરી પરિસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ વિધવાઓ ને સહાય, ગરીબ બાળકીઓ ના લગ્ન ઉપરાંત ગરીબોની મદદ કરી મોસીન એ આઝમ મિશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મોહસીને આઝમ મિશન દ્વારા રાજપીપળા સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં પણ વૃક્ષારોપણ ના કાર્યક્રમો કરવામાં આવે છે

આજના કાર્યક્રમ માં નિઝામશાહ દરગાહ ના ટ્રસ્ટી દિલાવર શેખ નિઝામી મસ્જિદ ના ઇમામ કાદરી બાપુ મોહસીને આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ શાહનવાજ પઠાણ તેમજ સભ્યો ઈરફાન ખોખર, નિઝામ ભાઈ રાઠોડ, પત્રકાર આરીફ કુરેશી ,મોહંમદ મીયા, અશરફી મીયા, નાંદોદ ના ધારાસભ્ય પીડી વસાવા,પૂર્વ નાંદોદ તાલુકા પચાયત પ્રમુખ જતીન ભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલના કાર્યકારી પ્રમુખ ઈમ્તિયાઝ અલી કાદરી રાજપીપળા પાલિકા સદસ્ય મંજુરેઇલાહી (લાલુ), પૂર્વ પાલિકા સદસ્ય ઇલું ભાઈ, કમલભાઈ ચૌહાણ, એડવોકેટ આદિલ ભાઈ, ઈરફાન આરબ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

મોહસીને આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ શાહનવાજ પઠાણ એ જણાવ્યું હતું કે દેશની સેવા કરવાં ઇચ્છતા હોય તો દરેક વ્યક્તિ પોતાના હાથે વૃક્ષ વાવો , નો ઉત્તમ સંદેશ આપનારા મોહસિને આઝમ મિશનના વડા સૈયદ હશન અશકરી અશરફીયુલ જિલાની ના આદેશ અનુસાર રાજપીપલા મોહસિને આઝમ મિશન દ્વારા નિઝમશાહ નાંદોદી દરગાહ ના કમ્પાઉન્ડમાં સ્વતંત્રતા દિવસે વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here