ઉનાના કેસરિયા ગામ નજીકથી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડતી પોલીસ

0
113

 

કેસરીયા ગામની ચોકડી પાસેથી મો.સા.તથા ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ઉના પોલીસ

જુનાગઢ રેન્જ,જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ગીર-સોમનાથ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ જી.બી.બાંભણીના માર્ગદર્શન હેઠળ પ્રોહિ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કડક સુચના આપેલ જે માર્ગદર્શન હેઠળ ઉનાપો.સબ.ઇન્સ.આર.આર.ગળચર તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સપી.પી. બાંભણીયા તથા એ.પી.જાની તથા વિશાલભાઇ અભેસીંગભાઇ તથા મનુભાઈ લાખાભાઈ તથા પો.કોન્સ જસપાલસિંહ પ્રતાપભાઈ તથા વિજયભાઇ હાજાભાઇ તથા સંદિપભાઇ વલ્લભભાઇ તથા કનુભાઇના જાભાઇ પો.સ્ટાફ્રા માણસો સાથે પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સપી.પી.બાંભણીયા તથા પો.કોન્સ જસપાલસિંહ પ્રતાપભાઈ નાઓને બાતમીરાહે હકીક્ત મળેલ કે એક લાલ ક્લરની હીરો કંપનીની મેસ્ટ્રો મો.સા.રજી.નંડી.ડી. ૦૨.ડી.૨૭૮૨ વાળી વિદેશીદારુનો જથ્થો છુપાવી ઉનાથી કેસરીયા જવાની છે તેવી બાતમી મળતા કેસરીયા ચોકડી પાસે વોચમાં રહેતા ઉપરોક્ત મેસ્ટ્રો મો.સા. આવતા આરોપી યશવંતભાઇ ઉર્ફે બાબુભાઇ લક્ષ્મણભાઈ ધોલપરીયા/મોચી ઉ.વ.૪પ ધંધો-વેપાર મુળ રહે ૧-૬૭૯. ફુદમ.દીવ હાલ રહે.ઉના રામનગર ખારામાં તા.ઉના જી. ગીર-સોમનાથવાળો પોતાના હવાલાવાળી એક લાલ ક્લરની હીરો કંપનીની મેસ્ટ્રો મો.સા.રજી.નં.ડી.ડી.૦૨.ડી.૨૭૮૨ વાળીમાં કિ .રૂ.૨૦,૦૦૦/- વાળીમાં ગે.કા ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાંડની બોટલો નંગ-૫૫ જે દારૂ ૪૧ લીટર ૨૫૦ એમ.એલ. જેની કુલ કિ.રૂ. ૨૬,૨૦૦/- મળી કુલ કિં.રૂ.૪૬,૨૦૦/-ના પ્રોહી મુદામાલ સાથે હેરાફેરી કરતા પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તે અંગે ઉના પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૮૨૧૧૦૧૫/૨૦૨૧ પ્રોહી ક્લમ-૬૫(ઇ),૯૮(૨),૯૯ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે. આ કામની તપાસ પો.સબ.ઇન્સ.આર.આર.ગળચર ચલાવી રહ્યા છે. ઉના પોલીસની કામગીરીથી દીવમાથી ગે.કા.રીતે દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here