મોરબી ત્રણ અલગ જગ્યાએથી જુગાર રમતા કુલ ૧૮ ઝડપાયા.

0
155રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબી ત્રણ અલગ જગ્યાએથી જુગાર રમતા કુલ ૧૮ ઝડપાયા

મોરબીના વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી સ્કુલ નજીક બાળવની કાંટમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી સ્કુલ પાસે બાળવની કાંટમાં જાહેરમાં જુગાર રમતા દેવાભાઈ બાબુભાઈ કુંઢીયા, વિપુલભાઈ રઘુભાઈ મેંદરીયા, રાયઘનભાઈ પ્રેમજીભાઈ કુંઢીયા, જીતુભાઈ શનાભાઈ દેલવાણીયા, સંજયભાઈ મોહનભાઈ પંસારા અને ખેતાભાઇ પ્રેમજીભાઈ કુંઢીયાને રોકડ રકમ રૂ.૨૫૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તો બીજા બનાવમાં મોરબીના રોયલ કોમ્પ્લેક્ષમાં ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા હતા.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે તખ્તસિંહજી રોડ પર આવેલ કોમ્પ્લેક્ષની ઓફિસમાં દરોડો કરીને જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૮૬,૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે આરોપી વિજયસિંહ ભુપતસિંહ ચુડાસમા મોરબીના તખ્તસિંહજી રોડ પર આવેલ રોયલ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ જય માતાજી નામની ઓફિસમાં જુગાર રમાડતો હોય જે બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા વિજયસિંહ ભૂપતસિંહ ચુડાસમા રહે મોરબી રોટરીનગર, મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા રહે અરુણોદયનગર મોરબી ૨, સુરેશભાઈ ઉર્ફે સંજયભાઈ ડાયાભાઇ થડોદા રહે મોરબી ૨ ઉમા ટાઉનશીપ, સંજયભાઈ મહાદેવભાઈ જગોદણા રહે મોરબી વાવડી રોડ, નીલેશ કાન્તિલાલ થડોદા રહે મોરબી ૨ સૂર્યકીર્તિનગર અને મનસુખભાઈ પ્રેમજીભાઈ વિઠલાપરા રહે મોરબી રવાપર હનુમાનજી મંદિર પાસે એમ છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૮૬,૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

તેમજ મોરબીના રંગપર ગામની સીમમાં જુગાર રમતા ચાર ઈસમોને પોલીસ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મોરબીના રંગપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા એભલ ભૂપત અગોલા, અશ્વિન કનુભાઈ મકવાણા, ભરત ધીરૂભાઈ ખાંભલીયા અને શૈલેશ રઘુભાઈ કુરીયા રહે બધા રંગપર તા. મોરબી એમ ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૪,૦૫૦ જપ્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here