રાજપીપળા ખાતે સ્વતંત્રતા દિવસે 108 એમ્બુઅલન્સના કર્મચારીઓ ને સન્માનિત કરાયા

0
163

રાજપીપળા ખાતે સ્વતંત્રતા દિવસે 108 એમ્બુઅલન્સના કર્મચારીઓ ને સન્માનિત કરાયા

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર ડી. એ. શાહ ના અધ્યક્ષપદે 75 માં સ્વતંત્ર પર્વ ની જિલ્લા કક્ષા ની ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લા માં વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર નું સન્માન કરાયું હતું જેમાં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ કે જેમને ઉમદા કામગીરી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
સન્માનિત કરાયેલા કર્મીઓમાં ઈ એમ ટી અમ્રતભાઈ ઠાકોર,પાયલોટ ગણપતસિંહ ગોહિલ તેમજ MHU માંથી ડો વર્ષાબેન વસાવા, પેરામેડીકલ અરુણાબેન તડવી,10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના (MVD) ના પાયલોટ રવિકુમાર વાળંદ નો સમાવેશ થાય છે ઉપરોકત તમામની ઉમદા કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 108 ની ટીમ નો ઉત્સાહ વધારવા માટે જે સન્માન જિલ્લા કલેક્ટર દ્વારા કરાયું તે બદલ 108 ની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો તેમજ હંમેશની જેમ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાની ફરજ નિભાવા માટેના સંકલ્પ લીધા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here