આ વખતે રક્ષાબંધનના મુહુર્ત સાચવવા અઘરા

0
162

આ વખતે રક્ષાબંધનના મુહુર્ત સાચવવા અઘરા

જો કે જાણકારોએ આપ્યુ માર્ગદર્શન

જામનગર ( ભરત ભોગાયતા)

આમ તો શિવ ભક્તિનો માસોતમ માસે શ્રાવણમાસ ના દરેક દિવસો મહત્વના હોય છે તેમાય બોળચોથ નાગ પાંચ રાધણ છઠ્ઠ નાની અને મોટી સાતમ જન્માષ્ટમી પારણા નોમ રક્ષાબંધન વાર્ષિોક જનોઇ બદલવાનુ મુહુર્ત સર્વપિત્રી અમાસ તેમજ દરેક સોમવાર વળી આ વખતનો ગજબ સંયોગ કે સોમવારે શ્રાવણ પ્રારંભ અને સોમવતી અમાસના પુર્ણાહુતી આન શ્રાવણ અગત્યનોમાસ છે તેવી જરીતે આસો માસ પણ અગત્યનો છે શ્રાવણ મા શિવભક્તિ આસોમા મા શક્તિની ભક્તિનુ મહત્વ છે

ત્યારેવજુદા જુદા જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, રવિવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે બપોરે 12.04થી 12.58 સુધીનું શ્રિુરામ જન્મ નો દિવ્ય સમય અભિજિત મુહૂર્ત હોવાથી બપોરે વૃશ્વિક લગ્નમાં બપોરે 12થી 2.12 વાગ્યા સુધી રક્ષાસૂત્ર બાંધવાનું શુભ મુહૂર્ત છે. સવારે રક્ષાબંધન બાંધવાનું મુહૂર્ત નથી.

ભાઇ અને બહેનના પવિત્ર સંબંધને જાળવતા પર્વ રક્ષાબંધનને આંગળીના વેઢે ગણાઇ એટલા દિવસ બાકી છે. રવિવારે શ્રાવણ સુદ પૂર્ણિમા છે માટે રાખડી બજારમાં ખરીદી માટે ચહેલપહેલ જોવા મળી રહી છે ને હજારો પરિવારમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જોકે, આ વર્ષે ભદ્રાના ઓછાયા હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. ભદ્રા અને રાહુ કાલ વચ્ચે સવારે 6.16થી સાંજે 4.30 વાગ્યા સુધી રક્ષાબંધન મનાવી શકાશે એવો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે. આ વર્ષે રક્ષાબંધન નિમિત્તે ચન્દ્રમાં મંગળના ધનિષ્ઠા નક્ષત્ર અને શનિની કુંભ રાશિ પરથી સંચાર કરશે.હિન્દુ શાસ્ત્રોમાં રક્ષાબંધન પર્વનું અનેરુ મહાત્મ્ય આંકવામાં આવ્યું છે. બહેનો ભાઇઓની દીર્ઘાયુ અને સમૃદ્ધિ માટે તેમના જમણા હાથે રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે. જેમાં ભાઇ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન રક્ષાબંધન પર્વ આડે ભદ્રાનું ગ્રહણ સમયાંતરે નડે છે. ચાલુ વર્ષે પણ પૂર્ણિમાની સાથે ભદ્રા છે, પરંતુ સવારે 6.16 વાગ્યે પૂરી થઇ જતી હોય સાંજે 4.30 વાગ્યા સુધીના સમયગાળામાં રાખડી બંધાવી શકાશે

________________________
શુ કહે છે જામનગરના વિખ્યાત શાસ્રીજી

જામનગરના વિખ્યાત શાસ્રિજી પ્રખર કર્મકાંડી અને જ્યોતિષ તેમજ વાસ્તુ શાસ્રી જીગરમહારાજ પંડ્યા જણાવે છે વ્રત ની પુનમ અને માત્ર ઋગ્વેદી ભૂદેવોની શ્રાવણી જનોઈ બદલાવા નું મુહૂર્ત શ્રાવણ સુદ ૧૪ શનિવાર તા- 21/08/2021 ના છેતેમજ રક્ષાબંધન અને યજુર્વેદી અને અથર્વવેદી ભૂદેવો ની શ્રાવણી જનોઈ બદલાવા નું મુહૂર્ત શ્રાવણ સુદ ૧૫ (પુર્ણીમા) રવિવાર તા- 22/08/2021ના રહેશે તેમજ ઉમેર્યુ છે કે આપણા શાસ્રોમા ગ્રહ નક્ષત્ર કરણ યોગ નુ તેમજ તેમની ગતિનુ ખુબ મહત્વ છે તેમની ભ્રમણ ની અસર તેમના રાશી પ્રવેશ વગેરે પૃ્થ્વી ઉપર ખુબ પ્રબળ અસર કરે છે માટે દરેક.મનુષ્ય એ પંચાગ અભ્યાસ કરી તેમા જે મુહુર્ત વગેરે દર્શાવ્યા હોય તે આપણા ઋષી મુનીઓના જ્ઞાન પ્રસાદ માની તે સ્વીકારી તે મુજબ શુભ કાર્યોકરવાથી સારૂ ફળ મળે અને મનોકામના પુર્ણ થાય માટે માત્ર રક્ષાબંધન કે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા પુરતુ જ નહી પરંતુ દરેક ઉત્સવો તહેવારો પુજા પાઠ યજ્ઞાદી તેમજ હોમ હવન આરતી વંદન વગેરે મુહુર્ત મુજબ કરવા સૌ ને અનુરોધ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here