તંત્ર હજીયે કોરોના કાળમાં જીવે છે ??? ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય દ્વારા એસ.ટી ના બંધ રુટો ચાલુ કરાવવા પરીવહન મંત્રી ને પત્ર લખ્યો

0
144

તંત્ર હજીયે કોરોના કાળમાં જીવે છે ??? ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય દ્વારા એસ.ટી ના બંધ રુટો ચાલુ કરાવવા પરીવહન મંત્રી ને પત્ર લખ્યો

જુનેદ ખત્રી : રાજપીપળા

કોરોના કાળમાં લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો સાથે એસટી બસ ના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે કોરોના નો કહેર ઘટતાં સરકાર દ્વારા નવી ગાઈડલાઈનો બહાર પાડી નિયમો હળવા કરી જનજીવન ધબકતું કર્યું છે ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કોલેજો કોરોના ગાઈડલાઈન મુજબ ખુલ્લા મુકાયા છે પરંતુ એસટી તંત્ર હજુયે કોરોના કાળમાં જીવતું હોય તેમ લાગી રહ્યું છે કેમકે એસટી તંત્ર દ્વારા નર્મદા જિલ્લાના કેટલાય રૂટ ની બસો હજી શરૂ કરવામાં ન આવતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

આ બાબતે ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા દ્વારા ડેડીયાપાડા અને સાગબારામાં એસ.ટી. ના બંધ રૂટો ચાંલુ કરવા માટે ગુજરાત રાજ્ય ના વાહન વ્યહવાર મંત્રી આર સી ફળદુ ને પત્ર લખી ડેડીયાપાડા સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારો માં 11 જેટલા બસના રૂટ શરૂ કરવા માંગ કરી છે

જણાવ્યું છે કે દેડીયાપાડા – સાગબારા તાલુકાનાં ભરૂચ એસ.ટી. નાં રૂટો ભરૂચ ડિવિઝન ના અંકલેશ્વર ડેપો તથા રાજપીપલા ડેપો થી એસ. ટી. રૂટનું સંચાલન થાય છે. છેલ્લા ૧ વર્ષથી એસ. ટી. બસોના ઘણા રૂટો બંધ છે,હાલમાં સરકારએ માધ્યમીક શિક્ષણ તથા ઉચ્ચ માધ્યમીક શિક્ષણ ચાલુ કરેલ છે. શિક્ષણ મેળવવા માટે બસથી પ્રવાસ કરવો પડે છે. બમો બંધ હોવાથી વિદ્યાર્થીઓ તથા આમ જનતાને મુશ્કેલી પડે છે. માટે નીચે જણાવેલ રૂટો ચાલુ કરવા વિનંતી.

૧. માલસામૌટ નાઇટ શિડ્યુલ ( ડેપો અંકલેકાર થી)
૨. અંકલેકાર – ચીક્રદા – સોલિયા . ખેડીપાડા નાઇટ શિડ્યુલ ( ડેપો અંકલેશ્વર થી)
૩, અંકલેસ્વર – આમલપાડા નાઈટ શિડ્યુલ ( ડેપો અંકલેશ્વર થી)
૪, અંકલેશ્વર – પીપલોદ – ડુમખલ –દડીયાપાડા કુવૈજ (ડેપો અંકલેશ્વર થી)
૫. અંકલેશ્વર – નેત્રંગ – બોરીપીઠા – દેડીયાપાડા કપૅજ ( ડેપો અંકલેશ્વર થી)
૬. ઝગડીયા – ભરૂચ – સાબુટી – વાડવા નાઇટ શિડયુલ (ઝગડીયા ડેપો)
રજપીપલા – સરીબાર નાઇટ શિડ્યુલ (રાજપીપલા ડેપો).
૮. રાજપીપલા – ખેરપાડા – સેલંબા નાઇટ શિડ્યુલ ( રાજપીપલા ડેપો)
૯. રાજપીપલા – જાવલી – ગયા – કુકમુંડા – દેડીયાપાડા કુ ચૅજ ( રાજપીપલા ડેપો)
૧૦, રાજપીપલા – શૈલેબા નાઇટ પૈડીપાડા) શિડ્યુલ ( રાજપીપલા ડેપો)
૧૧. રાજપીપલા – વાંદરી(ડુમખલ) કંજાલ(કુલંસર) કુચેંજ ( રાજપીપલા ડેપો) બસો ચાલુ કરાવવા પત્ર લખાયો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here