માળીયા મી.ના ખાખરેચી ગામે જુગારીઓને પકડી પાડતી માળિયા પોલીસ

0
92

રીપોર્ટ ઈશાક પલેજા

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો હોય ત્યારે માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ને ખાખરેચી ગામે ખાદી વસાહત શેરી નંબર ૨ માં જાહેરમાં જુગાર રમતા ત્રણ પતા પ્રેમીઓને માળીયા પોલીસ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડી.વાય.એસ.પી.રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી સી.પી.આઈ.બી.જી.સરવૈયા તથા પી.એસ.આઈ.એન.એચ.ચુડાસમાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામે ખાદી વસાહત પ્લોટ શેરી-૨ માં જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્રભાઈ દિનેશભાઈ શખેશરિયા, નાગજીભાઈ વશરામભાઈ કૈલા અને ધોધજીભાઈ લક્ષ્મણભાઈ પરસુડાને રોકડ રકમ રૂ.૧૧૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

માળિયા પોલીસની આ કામગીરીમાં પી.એસ.આઈ.એન.એચ.ચુડાસમા. કૃપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને જયપાલભાઈ લાવડીયા સહિતની ટીમે કરેલ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here