મોરબીમાં યુવાનને રિક્ષામા બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈ લુટ ચલાવી.

0
148

રિપોર્ટર:- મિત વ્યાસ

મોરબીના ધરમપુર પાટિયા સાદુળકા રોડ પર રિક્ષા ચાલક અને બે અજાણ્યા શખ્સોએ યુવાનને રિક્ષામ બેસાડીને અવાવરું જગ્યાએ લઇ જઈ ખિસ્સામાંથી પાકીટ અને મોબાઈલની લુટ કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો પોલીસે પણ બનાવ બન્યાના સાત દિવસ બાદ ફરિયાદ નોંધી છે

મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ બાવળીયારી એપ્રીકોડ સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો અને મૂળ ઉતરપ્રદેશના વતની યોગીભાઈ શ્રીદયાલસિંગ ચૌહાણ (ઉ.૧૯)એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રિક્ષા જીજે ૩૬ યુ ૦૦૨૭ ના ચાલકે ધરમપુરના પાટિયા સાદુળકા રોડ પર પોતાની રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈ ફરિયાદી યોગીભાઈને છરી બતાવી બે અજાણ્યા શખ્સોએ પકડી રાખી મારવાની ધમકી આપી ફરિયાદ યોગીભાઈનું પાકીટ જેમાં રહેલ રોકડા રૂ.૪૮૫૦ તથા બે મોબાઈલ એપલ સિક્સ એસ પ્લસ કીમત રૂ.૧૨૦૦૦ તથા રેડ્મી નાઈન કીમત રૂ.૩૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ,૨૦૩૫૦ ની લુટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઈ વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here