રાજપીપળા કાલાઘોડા સર્કલ માં બેસાડેલ બ્લોક ત્રણ દિવસ માંજ બેસી ગયા : આમ આદમી પ્રમુખે લગાવ્યા ભ્રષ્ટાચાર ના આક્ષેપ

0
148

રાજપીપળા કાલાઘોડા સર્કલ માં બેસાડેલ બ્લોક ત્રણ દિવસ માંજ બેસી ગયા : આમ આદમી પ્રમુખે લગાવ્યા ભ્રષ્ટાચાર ના આક્ષેપ

ઉતાવળે આંબા ન પાકે : નગરપાલિકા દ્વારા 75 ફૂટ ઊંચા સ્તંભ ઉપર ધ્વજ વંદન કરવા બનાવેલ પોલ ની આસપાસ ના બ્લોક ત્રણ દિવાસમાજ બેસી ગયા

તકલાદી કામગીરી અંગે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના ચીફ ઓફિસર ને રજુઆત

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે ઐતિહાસિક કાલાઘોડા સર્કલ માં ૭૫માં સ્વાતંત્ર્ય દિવસે ૭૫ ફૂટ ઊંચા પોલ ઉપર ઝંડો લહેરાવવામાં આવ્યો હતો ત્યારે કાલાઘોડા સર્કલ ની અંદર પોલ ઉભો કરી આસપાસ બ્લોક બેસાડવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણ જ દિવસમાં તિરંગો ફરકાવવા માટે ઉભો કરેલો પુલની ફાઉન્ડેશન ની આજુબાજુ ના બ્લોક બેસી જતા પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે

આ બાબતે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ધરમેન્દ્રસિંહ ગોહિલે નગરપાલિકાની તકલાદી કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે ઉપરાંત તેઓએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે સમગ્ર મામલો રાજપીપળા નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે સત્તાધીશોના કાને વાત જતા બ્લોક રીપેરીંગ ની કામગીરી શરૂ કરાઇ હતી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here