છેલ્લા દોઢ વર્ષથી લુંટ તથા જાનથી મારી નાખવાના ગુન્હામાં ફરાર આરોપીને રાજકોટથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ

0
268

જૂનાગઢ : રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં અલગ – અલગ પોલીસ સ્ટેશનના અલગ – અલગ ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇન્ચા.પોલીસ ઇન્સ. એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ્ટાફના માણસો સરકારી કામ સબબ રાજકોટ મુકામે ગયા હતા.

તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા દેવશીભાઇ નંદાણીયાને સંયુકતમાં ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલ કે જૂનાગઢ શહેરના બી ડીવી. પો.સ્ટે.માં લુંટ તથા જાનથી મારી નાંખવાની ધમકીના બે ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી નરેન્દ્ર ઉર્ફે નાથો રાવલીયા રહે . ખડીયા વાળો હાલ રાજકોટ માલવીયા કોલેજ નજીક ડી માર્ટ મોલ પાસે ઉભેલો છે, અને જેણે શરીરે મેંદી કલરનો આખી બાંયનો શર્ટ તથા બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. જે બાતમી આધારે તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા પકડી પાડી મજકુર ઇસમને હવાલે લઇ આગળની કાર્યવાહી અર્થે બી. ડીવીજન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ હતો.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇન્ચા પો.ઇન્સ. એચ. આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ . ડી.જી.બડવા તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ. દેવશીભાઇ નંદાણીયા તથા ડ્રા.પો.કોન્સ. જગદિશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર વિગેરે પો.સ્ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ હતી.

અહેવાલ : ભરત બોરીચા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here