નવાગામ તેમજ ધુન ધોરાજી માં ‘આપ’ની જન સંવેદના યાત્રા..

0
137


નવાગામ તેમજ ધુન ધોરાજી માં ‘આપ’ની જન સંવેદના યાત્રા..

નવાગામ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ સંજયભાઈ કે.અકબરી એ આપ જોડાતા નજરે પડયા

નવાગામ ગ્રામ પંચાયત ના સભ્ય આપ જોડાતા નજરે પડયા.

ઉપ સરપંચ સહિત ના આગેવાનો આપ માં જોડયા..
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી એક જુવાળ જાેવા મળ્યો છે. ત્યારે કાલાવડ તાલુકાના નવાગામ તેમજ ધુન ધોરાજી માં ‘આપ’ની જન સંવેદના યાત્રા..સાચા સ્વરાજ અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણ નિર્માણના ઉદ્દેશથી સ્થાપિત કરાયેલ આમ આદમી પાર્ટી દ્ધારા જનસંવેદના યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં આમ આદમી પાર્ટી તરફથી કોરોના કાળ દરમિયાન નિધન પામેલાં નાગરિકોના સ્નેહીજનોને સાંત્વના આપવા અને સરકાર તરફથી યથાયોગ્ય સહાય અપાવવાના શુભ આશયથી જનસંવેદના યાત્રા આયોજિત કરવામાં આવી છે. આજ ની જન સંવેદના યાત્ર માં સુરત કોર્પોરેશન વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી ની ખાસ ઉપસ્થિત માં યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ધર્મેશભાઈ ભંડેરી એ દિલ્લી કેજરીવાલ સરકાર ની કામગીરી ની માહિતી આપી હતી. અને ભાજપ કોગ્રેસ ને આડે હાથ લીધા હતાં.અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસને મત આપ્યા પછી સુવિધાના નામે કઈ નથી શિક્ષણમાં અન્યાય થાય છે સરકારી દવાખાનાઓ અને રોડ રસ્તાઓના ઠેકાણા નથી રોજગારી થી વંચિત સહીત અનેક આક્ષેપ કર્યો હતો. અને આપના નેતાઓએ કોરોના સંક્રમણને અટકાવવા ભાજપ સરકારને નિષ્ફળ બતાવી, પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મામલે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે જન સંવેદના યાત્રા દરમિયાન લોકોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી દેવાની આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી હતી. વધુ માં જણાવ્યું હતુ કે આપણે 25 વર્ષ થી ગાંધીનગર માં ગાંડા બાવળ નું વાવેતર કરી છે તો હવે તેને બદલવાની જરૂર છે. જેથી ઝાડુ દ્ધારા ગંદકી સાફ કરવા હાકલ કરી હતી.જોકે, જન સંવેદના યાત્રા દરમિયાન મોટીસંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાં.આ તકે નવાગામ ગામ ના ઉપસરપંચ સંજયભાઈ સહિત ના 150 જેટલા લોકો આપ માં જોડાયા હતા. તેમજ ધુન ધોરાજી 80 યુવાનો આપ માં જોડાયા હતાં… આ યાત્રા માં સુરત કોર્પોરેશન વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી , જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ સભાડીયા, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ સુનિલ ભાઈ ચીખલીયા, કાલાવડ સંગઠન ઇન્ચાર્જ દેવરાજભાઈ વિષ્ણવ , કાલાવડ તાલુકા પ્રમુખ ભદ્રેશભાઈ ચોવટીયા, સુરત યુવા મોરચો જયદીપભાઇ રાબડીયા સહિત ના કાર્યકરો તેમજ ગામજનો ઉપસ્થિત રહયા હતાં..

The post નવાગામ તેમજ ધુન ધોરાજી માં ‘આપ’ની જન સંવેદના યાત્રા.. appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here