પાક માં નાપાક હરકત, 400 લોકોએ જાહેરમાં મહિલાના પીંખી નાખી,

0
164

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે લાહોરના મીનાર-એ-પાકિસ્તાન પાર્કમાં એક મહિલા ટિકટોકર સાથે થયેલી ગેરવર્તણૂક મામલે પોલીસે 400 અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મહિલાએ પોતાના ત્રણ સહયોગીની સાથે સ્વતંત્રતા દિવસ પર એક વીડિયો શૂટ કરવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર ભીડે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું. મહિલાનાં કપડાં ફાડ્યાં તેમજ તેનાં ઘરેણાં-ફોનની પણ લૂંટ કરી.

સામાન્ય રીતે આ પ્રકારના મામલાઓને દબાવવા માટે પોલીસ અને સરકાર મોડું નથી કરતી, પરંતુ આ મહિલાની સાથે જે કંઈ થયું એના અનેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એ બાદ દબાણ વધતાં 400 જેટલા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. ટિકટોકરનું નામ આયશા છે. તેણે પોતે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઘટનાને વિગતવાર જણાવતાં કહ્યું હતું કે- ઉપરવાળા હવે મને મોત આપી દે તો સારું છે.

પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ કહ્યું હતું કે 14 ઓગસ્ટે હું જશ્ન-એ-આઝાદીના રોજ એક વીડિયો શૂટ કરવા માટે મીનાર-એ-પાકિસ્તાન ગઈ હતી. ત્યાં એક પાર્કમાં ત્રણ સહયોગીની સાથે વીડિયો શૂટ કરી રહી હતી. આ વીડિયો માટે મેં નવો ડ્રેસ પણ ડિઝાઈન કરાવ્યો હતો. ત્યારે કેટલાક લોકો અમારા પર કોમેન્ટ્સ કરવાની શરૂ કરી દીધી. એ બાદ આ લોકોની ભીડ વધવા લાગી તો અમે ત્યાંથી નીકળી જવાનું જ યોગ્ય ગણ્યું, પરંતુ તે લોકોએ અમારો પીછો ન છોડ્યો.

ભીડ બેકાબૂ હતી અને તેમાં હાજર લોકો મૂર્ખાઓ હતા. મારાં કપડાંને ફાડી નાખ્યાં અને મને યૌન ઉત્પીડનની શિકાર બનાવવામાં આવી. સહયોગીઓની સાથે મારામારી કરવામાં આવી. મારાં ઘરેણાં અને મોબાઈલ ફોન પણ ઝૂંટવી ગયા. પાર્કમાં હાજર ગાર્ડ્સ પણ મને બચાવવા ન આવ્યા. આ દરમિયાન તેઓ મને હવામાં ઉછાળતા રહ્યા. મારી હવે જીવવાની કોઈ જ ઈચ્છા નથી.

આ મામલે સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે સોશિયલ મીડિયા પર વીડિયોઝ હોવા છતાં પણ પોલીસે ત્રણ દિવસ સુધી કોઈ જ પગલાં ન લીધાં. જ્યારે લોકોનો ગુસ્સો વધ્યો તો અફરાતફરીમાં 400 જેટલા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. ભીડમાં હાજર કેટલાક લોકો એટલા બેખૌફ હતા કે તેઓ પોતે જ આ ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here