વિસાવદરના ચાપરડાના બ્રહ્માનંદ ધામની શુભેચ્છા મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી

0
236

વિસાવદર : બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે બ્રહ્માનંદ ધામ અને ઓલ ઇન્ડિયા સાધુ સમાજના અધ્યક્ષ અને પરોપકારી સંત મુકતાનંદ બાપુ દ્વારા દેશની જનતાની સુખાકારી અને કોરાના જેવી મહામારી માથી લોકોનુંજીવન ધબકતું થાય તે માટે એક વર્ષમાં અલગ અલગ જગ્યાએ 12 ગાયત્રી યજ્ઞ નુ આયોજન પૂજ્ય મુકતાનંદ બાપુ દ્વારા કરવામાં આવેલ હતી જેમાં બિલનાથ મહાદેવ જૂનાગઢ , બીલખા પૂજ્ય ગોપાલાનંદ બાપુનો આશ્રમ રાવતેસ્વર આશ્રમ અને ત્રીજો યજ્ઞ ભવનાથ અગ્નિ અખાડા અને ચોથો યજ્ઞ પૂજ્ય મુકતાનંદ બાપુના ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે ચાલીરહેલ યજ્ઞનાદર્શન નો લાભ લીધો હતો આ તકે પૂજ્ય મુકતાનંદ બાપુ દ્વારા ગૃહ મંત્રી જાડેજા ને સાફો પહેરાવીને સન્માન કરવામાં આવેલ હતુ બ્રહ્માનંદ ધામની બાળાઓ દ્વારા સ્વાગત ગીત ગાયને સ્વાગત કરેલ હતુ, જૂનાગઢના પૂજ્ય શેરનાથબાપુ અને સતાધાર ધામથી પૂજ્ય વિજય બાપુ જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા અને લોકસાહિત્ય કાર માયાભાઇ આહીર ,રાજભા ગઢવી તેમજ જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી મનિંદર પવારસિંગ જૂનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી નુ સન્માન કરવામાં આવેલ હતુ. ત્યારબાદ પ્રદીપ સિંહ જાડેજા ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ આવેલ હતુ. ત્યારબાદ ચાપરડા જય અંબે હોસ્પિટલ મા ગજરાબા બાલુભાઈ પટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવેલ હતુ.

અહેવાલ : ભરત બોરીચા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here