હાલોલની કલરવ શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી અને રાખી સ્પર્ધા

0
237


પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી
તારીખ 19- 8 -2021 ના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી અને રાખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાબંધનની ઉજવણી કે.જી વિભાગમાં ઓનલાઈન કરવામાં આવ્યું. તેમજ રાખી સ્પર્ધાનું આયોજન કેજી વિભાગ અને ધોરણ ૧થી ૮માં ઓનલાઇન તેમજ ધોરણ ૯ થી ૧૨ માં ઓફ લાઇન યોજવામાં આવી. આ સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય શ્રીમતી ડૉ. કલ્પનાબેન જોષીપુરા અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપુરા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ રાખડી સ્પર્ધામાં કેજી વિભાગ તેમજ ધોરણ ૧ થી ૧૨ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ૨૮૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ વિવિધ પ્રકારની રાખડી બનાવી ને બધા ને મંત્રમુગ્ધ કર્યા. આ સ્પર્ધા માં વિજેતા બનનારવિદ્યાર્થીઓને આચાર્યશ્રીએ અભિનંદન આપ્યા.તેમજ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.આ પવિત્ર તહેવારની ઉજવણી કેજી વિભાગમાં યોજવામાં આવી દરેક વિદ્યાર્થીઓમાં સમાનતાનો ભાવ કેળવાય, તે ભાઈ-બહેનના પવિત્ર સંબંધના મહત્વને સમજે અને તેમનામાં એકતા નો ભાવ કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

The post હાલોલની કલરવ શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી અને રાખી સ્પર્ધા appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here