અમદાવાદ શહેર માં મોડીરાત્રે લુખાતત્વો બેફામ પોલીસ પર હુમલાનો ત્રીજો બનાવ…

0
279

અમદાવાદ ના શહેરકોટડા પોટલિયા વિસ્તારમાં રાત્રી દરમિયાન કેટલાક લુખ્ખા તત્વો એ બેફામ બની દુકાનો પર પથ્થરમારો કરી બેફામ બન્યા પોલીસ ને ઘટનાની જાણ થતા.

શહેરકોટડા ડીસ્ટાફ પીએસઆઈ વી.પી.ચૌધરી સહિત નો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા લુખ્ખા તત્વો માં ભારે નાસભાગ મચી ગઈ હતી, આ દરમિયાન એક ઇસમે પીએસઆઈ ચૌધરીને છાતીમાં ચપ્પુ મારી દેતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

પીએસઆઇ ઉપર હુમલો થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો દરમ્યાન આ હુમલો કરનારા ઈસમો કોણ હતા તે હજુ ચોકકસ રીતે જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં આ જ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના 2 કોન્સ્ટેબલો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.


આમ શહેરકોટડા માં પોલીસ ઉપર હુમલાઓ ની ઘટનાઓ વધતા અહીં પોલીસ નો કોઈજ ડર નથી.હુમલાખોર ઈસમોને પકકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here