ડાંગ જિલ્લામાં શુક્રવારે વરસાદી જોર ધીમું પડ્યુ

0
265ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં શુક્રવારે વરસાદી જોર ધીમુ પડ્યુ:-જિલ્લાનાં 16 જેટલા ડૂબાવ કોઝવેકમ પુલોમાંથી 9 જેટલા કોઝવે પરથી પાણીનો પ્રવાહ ઓસરી જતા આ પંથકોનું જનજીવન ફરીથી પૂર્વરત થયુ હતુ.જ્યારે શુક્રવારે સવારનાં 8 વાગ્યાની સ્થિતિમાં અંબિકા અને ખાપરી નદીને જોડતા 06 જેટલા કોઝવેકમ પુલો પાણીમાં ગરકાવ રહયા હતા..

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી મેઘરાજાનાં વરસાદી માહોલે ધબધબાટી બોલાવતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.સાથે ત્રણેક દિવસથી ડાંગ જિલ્લાની અંબિકા,ગીરા,પૂર્ણા અને ખાપરી નદીઓ ધસમસતા પ્રવાહની સાથે વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં ગતરોજ વરસાદી માહોલનાં પગલે જિલ્લાનાં 16 થી વધુ કોઝવેકમ પુલો અને આંતરિક માર્ગો અવરોધાયા હતા.અહી ગતરોજ કોઝવેકમ પુલો દિવસભર પાણીમાં ગરક રહેતા અંદાજે 25 જેટલા ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્ક વિહોણા બની પ્રભાવિત થયા હતા.તેવામાં શુક્રવારે ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ, સુબિર સહીત સાપુતારા પંથકમાં વરસાદી જોર ધીમુ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ડાંગ જિલ્લામાં શુક્રવારે વરસાદી જોર ધીમુ પડતા ડૂબાવ 16 કોઝવેકમ પુલોમાંથી 09 કોઝવેકમ પુલો પરથી શુક્રવારે સવારનાં આઠ વાગ્યાનાં અરસામાં પાણી ઓસરી જતા વાહનવ્યવહાર અને જનજીવનનાં આવન જાવનથી માર્ગો પૂર્વરત થયા હતા.

જ્યારે ખાપરી નદીને જોડતા (1) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૨) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, ઉપરાંત અંબિકા નદીને જોડતા વઘઇ તાલુકાનાં (1)સૂપદહાડ-સૂર્યાબરડા રોડ,(2) નાનાપાડા-કુમારબંધ રોડ,(3) આહેરડી-બોરદહાડ રોડ, તથા (4) ઘોડવહળ વી.એ. રોડ મળી જિલ્લાનાં કુલ 6 માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.વાહનચાલકો,રાહદારીઓ,તથા પશુપાલકોને આ માર્ગોની જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં ગુરુવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 13 મિમી,સુબિર પંથકમાં 13 મિમી,સાપુતારા પંથકમાં 11મિમી,જ્યારે સૌથી વધુ 27 મિમી અર્થાત 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here